કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી બીપીનભાઈ દવેનો આજે જન્મદિવસ

  • કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન બીપીનભાઈ દવેનો આજે જન્મદિવસ

કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ છે બીપીનભાઈ નો જન્મ:- ૧૪-૧૦-૧૯૫૬ ના રોજ થયો હતો  બીપીનભાઈ પોતાના જીવન ના ૬૩ વર્ષ પુરા કરી ૬૪ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે બીપીનભાઈ દવે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ છે બીપીનભાઈ દવે સંઘ ની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓટીસી વર્ગનું શિક્ષણ પ્રાપ્ત કરેલ બીપીનભાઈ દવે જાહેર જીવન માં અનેક સેવાકીય સામાજિક પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા છે.  જેમ કે બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવાના હોય કે કોઈ ગંભીર અકસ્માત થયો હોય કુદરતી આફત આવી પડી હોય તો પોતાની નૈતિક જવાબદારી સમજી સેવાકાર્ય માં લાગી જાય અને મોરબી મચ્છુ હોનારત વખતે  પણ સતત ૮ દિવસ સેવાકાર્ય માં જોડાયા હતા.

જ્યારે દેશમાં કટોકટી (ઇમરજન્સી)નો કાળો કાયદો લાગી દેવામાં આવ્યો હતો તે વખતે પણ સાથી કાર્યકર્તાઓ સાથે જેલવાશ ભોગવ્યો હતો. જનસંઘ સમયે સક્રિયતાથી કાર્ય કરી અને જનસંઘમાં વિવિધ જવાબદારી સંભાળી અને ભારતીય જનતા પક્ષની સ્થાપના 1980માં થઇ ત્યાર થી અત્યાર સુધી ભારતીય જનતા પક્ષમાં તાલુકા મહામંત્રી થી લઈ જિલ્લા ભાજપના પ્રમુખ સુધી વિવિધ મહત્વ ની જવાબદારી સંભાળી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2 ટર્મ અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 1 ટર્મ જવાબદારી સંભાળેલ.

પ્રદેશ ભાજપ સંગઠન ના દિગ્ગજ નેતાઓ સાથે કામ કરવાની તક તેમને મળેલ છે અને હાલ કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. બીપીનભાઈ દવે બી.એ , બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે અને હળવદ નગર પંચાયત હતી તે સમયે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

છેલ્લે એસ.ટી નિગમના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ હાલ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સાંભળે છે બીપીનભાઈ ને તેમના તમામ કર્યોમાં તેમના પરિવાર ના સભ્યો નો ખુબ જ સહયોગ મળતો આવ્યો છે  ત્યારે બીપીનભાઈ દવે ને તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9825521239 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.