વલસાડ જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી પૂરજોશમાં ૨૦ મી ઓકટોબર સુધીમાં કામ પૂર્ણ કરાશે

વલસાડ જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી પૂરજોશમાં ૨૦ મી ઓકટોબર સુધીમાં કામ પૂર્ણ કરાશે
Spread the love

વલસાડ,
આ વર્ષે ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે જાહેર માર્ગોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યુંક છે. ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર આવા માર્ગોનું રિસરફેસિંગ-રીપેરીંગ કરવું આવશ્ય ક બની ગયું છે. સંવેદનશીલ રાજય સરકારે જનહિતલક્ષી નિર્ણય લઇન્‍ે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની દિવાળી પહેલાં મરામત માટેનો નિર્ણય કર્યો છે. વલસાડ જિલ્લામાં સરેરાશ ૩૦૮૨ મી.મી વરસાદ નોંધાયો છે. જેના કારણે જિલ્લાના અનેક માર્ગોનું ધોવાણ તથા ખાડા પડી જવાથી નુકશાન થવા પામ્યું છે. લોકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી પુર જોશથી ચાલુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (રાજય) હસ્તક કુલ ૪૪ રસ્તા આવેલા છે. જેની લંબાઇ ૭૧૪.૨૭ કિ.મી. છે. જેમાંથી ૭૫.૮૦ કી.મી.ના રસ્તા ઉપર ખાડા પડવા કે ધોવાણ થયું છે. હાલમાં ૫૧.૪૦ કી.મી. રસ્તા ના પેચવર્કના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યાદ છે, બાકીના ૨૪.૪૦ કી.મી રસ્તાુના રીપેરીંગના કામો ચાલુ છે. જે ૨૦ મી ઓકટોર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!