છોકરો મર્યો પાછળ તમે મરો તો’ય સરકારને કોઇ ફેર પડતો નથી : ગાંધીનગર કલેક્ટર

છોકરો મર્યો પાછળ તમે મરો તો’ય સરકારને કોઇ ફેર પડતો નથી : ગાંધીનગર કલેક્ટર
Spread the love

ગાંધીનગર,

ગુજરાતના થાનગઢમાં થયેલ ફાયરિંગની અવાજ હજુ થાનગઢના ગામડાઓમાં ગુંજી રહી છે. પરંતુ આ અવાજ સરકાર સુધી પોહચતી નથી. થાનગઢમાં પોલીસના ફાયરિંગમાં ત્રણ નિર્દોષ યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેની તપાસમાં આજ સુધી કોઈ તત્સ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ તપાસમાં સીટની પણ રચના કરવામાં આવી હતી.થાનગઢ ફાયરિંગમાં ત્રણ મૃત્યુ પામેલા યુવાનોના માતા પિતા આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે. ત્યારે બહેરી મૂંગી બની ગયેલી સરકાર તેમનો અવાજ સાંભળીને પણ મનમાની જ કરી રહી છે. ત્યારે આજે મૃત પામેલા મેહુલ રાઠોડના પિતા આત્મવિલોપનની ચીમકી સરકાર સમક્ષ આપી રહ્યા છે.

થાનગઢમા પોલીસ ફાયરિંગની ઘટનાને આજે ૭ વર્ષ પૂર્ણ થઈ ગયા તો પણ તપાસમાં કોઈ તટસ્થતા ના હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આજે દીકરાના ન્યાય માટે પિતા થાનગઢથી ગાંધીનગર પગપાળા ૧૮ દિવસે ગાંધીનગર પોહચ્યા હતા.ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉપર પોહચી ગાંધીનગર કલેક્ટરને દીકરાના ન્યાય માટે આવેદન પત્ર આપવા પોહચ્યા હતા. જી.એન.એસ.ટીમે જ્યારે મૃત્યુ પામેલા પિતા વાલજીભાઈ રાઠોડ સાથે વાતચીત કરી ત્યારે જણાવ્યુ કે અમે થાનગઢથી ૧૮ દિવસે આજે ગાંધીનગર પોહચ્યા છે.

વધુ જણાવતા તેમને કલેકટર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે અમે ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપવા પોહચ્યા ત્યારે કલેક્ટરએ આવેદન પત્ર સ્વીકારવામાં આનાકાની કરી હતી અને જણાવ્યું હતું કે મારી આમા કોઈ જવાબદારી નથી, હું આમા કાંઈ કરી શકું એમ નથી, એમને એટલે સુધી કહ્યું કે તમે આત્મવિલોપન કરો તો પણ કાંઈ ફર્ક પડે એમ નથી. અમને કલેકટર શ્રી તરફથી આવી આશા નોહતી અને હવે અમે આજે આગળ સચિવાલય જઈને આવેદન પત્ર આપીશું.

વધુ જણાવતા કહ્યું કે આજ સુધી અમને જે પણ તપાસ થઇ છે તેની કોઈ વિગત અમને આપવામાં આવી નથી. આજે ૭ વર્ષ થઈ ગયા તો પણ ચાર્જશીટ રજૂ કરવામાં આવી નથી. અમો જ્યારે ૨૦૧૬મા અનશન આંદોલન ઉપર બેઠા હતા ત્યારે અમારી માગણીએ હતી કે સી.બી.આઈને તાપસ સોંપવામાં આવે ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીટની રચના કરવામાં આવી હતી. આજે તે વાત ને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા તો પણ તાપસ ઢીલી કરવામાં આવી રહી છે.અને અમને ન્યાય મળી રહ્યો નથી.

આજે અમે થાનગઢથી દીકરાના ન્યાય માટે આવ્યા છે જા અમને ન્યાય નહીં મળે તો અમે અનશન ઉપર ઉતરીશું અને જા તેમ છતાંય ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરી દઈશું તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. હવે સવાલ એ છે કે ૭ વર્ષ પૂર્ણ થઈ ગયા તો પણ કેમ થાનગઢના ફાયરિંગ કેસમાં તપાસ ઢીલી રાખવામાં આવી રહી છે..? કેમ એક પિતાને ન્યાય મળી રહ્યો નથી..? સીટની રચના કરવામાં આવી છતાં પણ કેમ તાપસ કરવામાં આવી નથી..? ત્યારે હવે જાવાનું એ રહયું કે ન્યાય માટે શું દીકરા પાછળ પિતાને પણ જીવા ગુમાવવો પડશે..?

Admin

Admin

9909969099
Right Click Disabled!