નાયબ મુખ્યમંત્રીએ નવી સિવીલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી

નાયબ મુખ્યમંત્રીએ નવી સિવીલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી
Spread the love

સૂરત,
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આજરોજ નવી સિવીલ હોસ્પિટલના સભાખંડમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સિવીલના વિવિધ વોર્ડોની મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્યની સેવાઓ બાબતે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત સુરત ખાતે બની રહેલા આધુનિક સુવિધાસભર સરકીટ હાઉસની મુલાકાત લઇ બાંધકામની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ જોડાયા હતા.

નવી સિવીલ હોસ્પિટલ ખાતે નિર્માણ થયેલા સ્ટેમસેલ હોસ્પિટલના નવા ભવન તથા કિડની હોસ્પિટલના મકાનની સ્થળ મુલાકાત લઈને આગામી સમયમાં સુરતને સ્ટેમસેલ, કીડની હોસ્પિટલ સહિતના વિભાગોમાં ૭૬૪ બેડની સુવિધા ઉપલબ્ધ થાય તેમા ખાસ કરીને મેડીસીન, ગાયનેક તથા પિડીયાટ્રીક સેવાઓ બાબતે ઉચ્ચ અધિકારીઓ, ડોકટરો, સ્ટાફ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત શ્રી દેવરાજભાઈ તેજાણી કેન્સર ઈન્સ્ટીયુટના વિસ્તરણ માટે જમીન આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ કેન્સર ઈન્સ્ટીયુટને આધુનિક સાધનો ખરીદવા માટે ભારત સરકારની યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાંટ અંગે રાજય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે સમગ્ર કેમ્પસના રસ્તાઓને રિકાર્પેટ કરવાની સૂચના આપી હતી.

આ મુલાકાત વેળાએ મેયરશ્રી જગદીશભાઈ પટેલ, સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સર્વશ્રી વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, પ્રવિણ ઘોઘારી, કાંતિ બલર, ઝંખનાબેન પટેલ તેમજ અન્ય અધિકારીઓ પણ સાથે જોડાયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!