વિરમગામની બહેનોએ મોબાઇલ અને પાકીટ પરત આપી ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

વિરમગામની બહેનોએ મોબાઇલ અને પાકીટ પરત આપી ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું
Spread the love
  • કોઈપણ લોભ લાલચ અને પ્રલોભનમાં આવ્યા વગર મૂળ માલિકને ફોન કરીને મોબાઈલ અને પાકીટ પરત કર્યું
  • કોમી એકતા સદભાવના અને  ભાઈચારાનું આ છે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ નીલકંઠ રો બંગ્લોઝમાં રહેતા નિકિતાબા રામદેવસિંહ શિણોલનુ સુથાર ફરી ચોકમાં મોબાઇલ સહિત પાકીટ ખોવાઈ ગયું હતું. તેઓ દ્વારા પાકીટ અને મોબાઈલ ની શોધખોળ શરૂ કરી પરંતુ મળ્યું ન હતું. પોતાના મોબાઈલ પર ફોન કરવા છતાં પણ કોઈ એ ફોન ઉપાડ્યો નહીં. પરંતુ થોડીવાર પછી સામેથી ફોન આવ્યો અને કહ્યું કે અમને તમારું પાકીટ અને મોબાઈલ મળ્યું છે અને ઓળખ આપીને લઈ જાઓ. વિરમગામના કૌશરબેન ખોખર અને તસ્લીમબેન ખોખરને સુથાર ફળી ચોકમાંથી મોબાઇલ અને પાકીટ મળ્યું હતું. તેઓએ સામેથી મૂળ માલિકને શોધીને મોબાઇલ તથા પાકીટ પરત કર્યા હતા. વિરમગામની બંને બહેનોએ લોભ-લાલચમાં આવ્યા વગર ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!