દેશી હાથ બનાવટની જામગરી બંધુક અગ્નીશાસ્ત્ર સાથે એક ઈસમને પકડી પાડતી દેવભૂમિદ્વારકા SOG
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ, દેવભૂમિ દ્વારકા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી. ખટાણા સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી એચ.આર.હેરભા તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ.ડી.પરમાર એસ.ઓ.જી. નાઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતી પુર્ણ માહોલ બની રહે તે માટે એસ.ઓ.જી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પેટ્રોલીંગ કરવા જણાવેલ.
તા. ૧૫/૧૦/૨૦૧૯ ના પો.હેડ.કોન્સ. ઇરફાનભાઇ એ. ખીરા, ભિખાભાઇ એન ગાગીયા, અશોકભાઇ રાણાભાઇ સવાણી, પોલીસ કોન્સ. કિશોરસિંહ બી.જાડેજા તથા નિલેશભાઇ એચ. કારેણા ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રાણપર ગામે પહોચતા પો.હેડ.કોન્સ. ભિખાભાઇ એન. ગાગીયા તથા ઇરફાનભાઇ એ. ખીરા તથા પો.કોન્સ. નિલેશભાઇ એચ. સગરને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે, અહી રાણપર ગામમાં રહેતા કરશનભાઇ દેવાભાઇ લાડક નામ વાળા ઇસમ પાસે ગે.કા.રીતે સક્ષમ અધિકારીના પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) છે અને હાલ તે રાણપર ગામના પીપરવાળી ડંગરની ધારમાં શિકાર અર્થે ગયેલ છે.
આમ ચોક્કસ બાતમી મળતા તુરત જ બે રાહદારી પંચોને બોલાવી બાતમીની વિગતથી માહિતગાર કરી ઉપરોક્ત હકિકત વાળી જગ્યાએ પંચો સાથે તપાસ કરતા એક શંકાસ્પદ ઇસમ મળી આવતા મજકુરને બોલાવી તેનુ નામ-સરનામું પુછતા પોતે પોતાનુ કરશનભાઇ દેવાભાઇ લાડક જાતે. ડફેર ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે. રાણપર ગામ તા. ભાણવડ વાળો હોવાનુ જણાવેલ અને તેના કબ્જામાં હકિકત મુજબની સક્ષમ અધિકારીશ્રી તરફથી ઇસ્યુ કરવામાં આવતા પરવાના વગર દેશી બનાવટની જામગરી બંદુક (અગ્નીશસ્ત્ર) મળી આવેલ જે જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર)ની કિ.રૂ.૧૫૦૦/-ની ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ છે. મજકુર આરોપીએ હથીયાર ધારા કલમ ૨૫(૧-બી), એ મુજબ ગુન્હો કરેલ હોઇ મજકુરને ધોરણસર અટક કરી ભાણવડ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ. ર. નં.૨૨૪/૧૯ હથીયાર ધારા કલમ ૨૫ (૧-બી), એ મુજબ ગુન્હો નોંધાવી આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ સ્ટેશને સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.હેરભા, પોલીસ સબ ઇન્સપેક્ટર એ.ડી.પરમાર., પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ જી. જાડેજા, હરપાલસિંહ યુ. જાડેજા, ઇરફાનભાઇ એ. ખીરા, ભિખાભાઇ એન.ગાગીયા, અશોકભાઇ આર. સવાણી, વિરેન્દ્રસિંહ એમ.જાડેજા, લખમણભાઇ કે. આંબલીયા પોલીસ કોન્સ. ધર્મેનદ્રસિંહ જી. જાડેજા, સુરેશભાઇ કે. વાનરીયા, કિશોરસિંહ બી. જાડેજા, નિલેશભાઇ એચ.કારેણા, રાકેશભાઇ એન.સિધ્ધપુરા, વિગેરે જોડાયેલ હતા.
રીપોર્ટ : મુસ્તાક સોઢા (ખંભાળિયા)