કડી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અભિયાન ચાલુ કરાયુ
કડી પોલીસ દ્વારા દિવાળીના તહેવારોમાં સામાન્ય લોકો તહેવાર નો આંનદ ભરપૂર માણી શકે અને ઘરફોડ ચોરી કે લૂંટ ના અન્ય બનાવો ના બને તેની તકેદારીના ભાગ રૂપે શહેરની સોસાયટીઓમાં સુરક્ષા સેતુ અભિયાન હેઠળ સોસાયટીના રહીશોને મળી રહ્યા છે. મહેસાણા જિલ્લા અધિક્ષક મનીષ સીંગ અને નાયબ અધિક્ષક મંઝીતા વણઝારાની સૂચનાથી કડી પોલીસના પી.એસ.આઈ. રાજપૂત, બી. કે. ભુનાતર અને મહિલા પી.એસ.આઈ. એસ. એન. સોનારા અને તેમની ટીમ દ્વારા બુધવારના રોજ નાની કડી વિસ્તારની કૌશલ્ય સોસાયટીમાં ત્યાંના રહીશો જોડે ઘરફોડ ચોરી અને અન્ય લૂંટ ના થાય અને તેના માટે કેવી તકેદારી રાખવી તેના ભાગ રૂપે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા આવનારા તહેવારોમાં લૂંટ કે ચોરીના થાય તે માટે કેવા પ્રકારના પગલાં લેવા અને તેમણે કંઈક શંકાસ્પદ ઘટના કે ઈસમ તેમના રહેણાક વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક કડી પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. કડીની મોટાભાગની સોસાયટીને આવા પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવશે જેથી સામાન્ય રહીશો હર્ષોઉલ્લાસ ભેર તહેવારો ઉજવી શકે એવું કડી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. એસ. એન. સોનારાએ જણાવ્યું હતું.