રાજપીપળા નગરમાં ફરી એકવાર ડેન્ગ્યુના ભરડામાં

રાજપીપળા નગરમાં ફરી એકવાર ડેન્ગ્યુના ભરડામાં
Spread the love
  • નગરપાલિકાના સદસ્ય ના પરિવારના સદસ્યો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા
  • ડેંગ્યુ પોઝિટિવના નગરમાં કુલ ૧૫ કેસો નોંધાયા
  • ચીફ ઓફિસરને વારંવાર સફાઇ હાથ ધરવાની જાન કરાઈ છતાં ઉપેક્ષા નગર પાલિકા સદસ્ય સલીમ સોલંકી

રાજપીપળા નગરમાં ફરી એકવાર ડેન્ગ્યૂએ માથુ ઉંચક્યું છે. ચોમાસા પછી નગરમાં વકરેલી ગંદકીએ માઝા મૂકતા મચ્છરોનું સામ્રાજ્ય વધતા નગરમાં મેલેરિયા અને ડેન્ગ્યૂએ ફરી માથું ઉચક્યું છે. ખાસ કરીને નગરમાં ગંદકી ના ઠેરઠેર જામેલા ન ઉઠાવતા નગરમાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે. જેમાં નગરપાલિકાના સદસ્યોના જ પરિવારના સદસ્યો જ ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે. તાજેતરમાં જ રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી નો ભત્રીજો તેમજ નગરપાલિકાના સદસ્ય સલીમ સોલંકી નો પુત્ર ફરહાન સોલંકી (ઉં.વ.11 )પણ ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે. વડોદરાના આસ્થા ક્લિનિકમાં સારવાર અપાઇ રહી છે. 

રાજપીપળા નગર દ્વારા નગરની સાફ-સફાઈમાં અને ગંદકી દૂર કરવામાં ઉદાસીન નીતિને કારણે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. નગરમાં કુલ ૧૫ જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે. નગરમાં મેલેરિયા સહિત ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહયા ના મામલે રોજે ભરાયેલ નગરપાલિકાના સદસ્ય સલીમ સોલંકી સહીત નગરજનો નગરપાલિકાના ચીફ ઓફિસર નગરની સાફ  સફાઈ પ્રત્યે દુર્લક્ષતા દાખવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ નગરના સિંધીવાડ વિસ્તારમાં પીવાના પાણીના પાઇપલાઇનમાંથી અમૃત પક્ષીઓના હાડપિંજરો મળી આવ્યા હતા જેનો ભારે ઊહાપોહ મચ્યો હતો. બીજી તરફ ડેન્ગ્યુના કેસો બહાર આવતા નગરજનોમાં ફફડાટ ફેલાયેલો છે. ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસો નોંધાતા તકેદારીના પગલાં ભરાઇ રહ્યા છે- જિલ્લા મેલેરીયા અધિકારી

 રાજપીપળા નગરમાં ડેન્ગ્યુના કેસો નોંધાતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, ત્યારે નગર પાલિકાના તંત્ર સામે લોકો આક્રોશ ઠલવાઈ રહ્યા છે આ બાબતે જિલ્લા મેલેરીયા અધિકારી ડો. પરીખે છે જણાવ્યું છે કે અમારી ટીમ નગરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ સહિત લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે નગરના કાછીયાવાડ,  દરબાર રોડ અને મુસ્લિમ વિસ્તારોમાં શંકાસ્પદ કેસો મળ્યા હોવાનું તેમને જણાવ્યું છે.

 નગરપાલિકા પાસે ફોગિંગ મશીન જ નથી – કોર્પોરેટ સલીમ સોલંકી

 લગનના કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં સાફ-સફાઇ ની ઉપેક્ષા થતી ગંદગીને કારણે પોતે ચીફ ઓફિસરને છેલ્લા બે મહિનાથી કસ્બા વિસ્તારમાં ફોગિંગ મશીન ફેરવી એની જાણ કરી હતી પણ ચીફ ઓફિસર પોતાની રજૂઆત ની ઉપેક્ષા કરતા હોવાનો નગરપાલિકાના સદસ્ય સલીમ સોલંકીએ આરોપ લગાવ્યો હતો. નગરપાલિકા પાસે ફોગિંગ મશીન જ નથી તેવું જણાવ્યું હતું કે પોતાના વિસ્તારમાં ડેંગ્યુ ના 6 કેસો નોંધાવા નું પણ જણાવી ચીફ ઓફિસર કોઈ જ  મામલામાં સહયોગ કે સેવા આપતા ન હોવાનું તેમને જણાવ્યું હતું. 

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!