દિવાળી ટાણે નર્મદામાં દારૂની હેરાફેરી સામે નર્મદા પોલીસનું ઓપરેશન

દિવાળી ટાણે નર્મદામાં દારૂની હેરાફેરી સામે નર્મદા પોલીસનું ઓપરેશન
Spread the love
  • વોન્ટેડ બાબુ મારવાડીના બુટલેગરો ફરી સક્રિય બન્યા
  • ભાગવા જતા ગાડી રોડ ની સાઈડે પલટી મારી જતા અકસ્માત 
  • બુટલેગરોની દિવાળી બગડી દેડીયાપાડા મુઝદા રોડ પર થી સ્કોર્પીઓ ગાડીમાંથી રૂ.86250 /- ની કિંમતનો બીયર અને વિસ્કીની 1605 બોટલો અને ટીનનો જથ્થો ઝડપી પાડયો.
  • બાબુ મારવાડી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ.

દિવાળી ટાણે નર્મદા મા મહારાષ્ટ્રની બોર્ડર પરથી સાગબારામાં દારૂ ઘુસાડવા અને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો સક્રિય બન્યા છે જેમાં વોન્ટેડ બુટલેગર બાબુ મારવાડી ની ટીમ પુનઃ સક્રિય બની હતી કે નર્મદા પોલીસે દારૂની બદીને ડામવા વધારતાં દારૂની હેરાફેરી સામે નર્મદા પોલીસે ઓપરેશન કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં દેડીયાપાડા મુઝદા રોડ પરથી સ્કોર્પીઓ ગાડીમાંથી રૂ.86250 /- ની કિંમતનો બીયર અને વિસ્કીની 1605 બોટલોનો જથ્થો ઝડપી પાડયો હતો અને વોન્ટેડ બાબુ મારવાડી સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાગવા જતા ગાડી રોડ ની સાઈડે પલટી મારી જતા અકસ્માત થતા પોલીસેગાડી માથી મુદ્દામાલ કબજે લીધો હતો. આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી રાજેશભાઈ મણીલાલ એ આરોપી મુકેશભાઈ ભરૂલાલ વર્મા (રહે, વાપી રૂમ નંબર એ /108 સીંધી ચાલી વલસાડ મૂળ રહે છાપરી પાટીદાર મહોલ્લા, તા કલાપીપલ, જી.સાજાપુરા, મધ્ય પ્રદેશ ) વોન્ટેડ ગૌતમભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે બાબુભાઈ માલી મારવાડી (રહે બેડા કંપની થવા નેત્રંગ) તથા નીતિનભાઈ વસાવા સામે ફરિયાદ નોંધી છે. 

 ફરિયાદની વિગત મુજબ આરોપી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 06 બીએલ 0018 કિંમત રૂ.20000)/- ભારતીય બનાવટની બિયર ટીન 120 કવાટરીયા નંગ 1485 મળી કુલ નંગ 1605 ની મૂળકિંમત 86250/- નો મુદ્દામાલ હેરાફેરી વેચાણ કરવા જતા મુદ્દામાલ સાથે પકડાઈ ગયા તેમ જ ઝડપાયેલા આરોપીને મુદ્દામાલ ભરેલી ગાડી આરોપી ગૌતમભાઈ ના એ ખેતીયા અને શાહદા વચ્ચે રોડ ઉપર આપી તેમજ મુદ્દામાલ નીતિનભાઈએ મુદ્દામાલ મંગાવેલ હોવાનું બહાર આવતા આરોપીઓ મુદ્દામાલની હેરાફેરી કરવા એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં વધુ સઘન પૂછપરછ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂનો મુદ્દામાલ તથા સ્કોર્પિઓ કાર કબજે લીધી છે. 

 

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!