જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા 600 કિલોમીટર સાયકલિંગનું આયોજન

જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા 600 કિલોમીટર સાયકલિંગનું આયોજન
Spread the love

તા. 13/10/19 નાં રોજ જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા 600 કિલોમીટર સાયકલિં નું આયોજન કરેલ હતું. આ સાઇકલ સવારીનાં કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ ડો. રાજેન્દ્ર વિરાણી એ સવારે 7.00 વાગ્યે ધ્વજ ફરકાવી કરેલ હતી. આ BRM-600 કુલ 07 સાયકલ સવારોએ 40 કલાકમાં આ સફળ રીતે પૂર્ણ કરેલ. આ સાયકલ વીરોએ સતત 40 કલાકની સમય મર્યાદામાં ખોરાક; પાણી, વિશ્રામ લેવો, પંચર પડે તે રિપેર કરવું એમ સમસ્ત રીતે સ્વાવલંબનથી જામનગર – રાજકોટ – વડાલ -પોરબંદર -રાજકોટ થઈ સાયકલ પર પાછા જામનગર પહોંચવાનું રવિવાર રાત્રે 10:45 સુધીમાં આ તમામ 07 સાયકલ સવારોએ ઉત્તીર્ણ કરેલ છે.

આ અંતર પૂરું કરી જામનગરનાં 07 સાયકલ સવારો મનોજ નાયર, એસ એસ નેગી , રજનીશ પટેલ, ધર્મેશ પાટીદાર, સુનિલ ગજ્જર, માલ્લેગોડા પાટીલ સાથે એકમાત્ર મહિલા રાઇડર આરતી ચાપાણી “સુપર રેન્ડોનિયર” નું બિરુદ મેળવેલ છે. મનોજ નાયર જામનગર ના એક જ વર્ષ માં બે વખત સુપર રેન્ડોનિયર બનવા વાળા એકમાત્ર રાઇડર છે. આ આયોજન માં જયેશ પતિરા અને સંદીપ ફ્લદુ એ માર્શલ રૂપે તથા સાથે સંપૂર્ણ જે સી સી સદસ્યોએ સુંદર આયોજન ની જહેમત ઉઠાવી હતી.

જામનગર સાયકલિંગ કલબ નિયમિત સાયકલિંગ ને પ્રોત્સાહન આપે છે અને દરરોજ સવારે 6 વાગે સાત રસ્તા થી રાઈડ નો આયોજનો કરે છે. સાઇકલ સવારી કરવાની આ શૈલી મૈત્રી ભાવે સહજ અને બિન-સ્પર્ધાત્મક છે તેમજ આત્મનિર્ભરતા ની શ્રેષ્ઠ પરાકાષ્ઠા છે. આ કોઈ રેસ નથી પરંતુ સક્ષમ સ્વસ્થ સ્વાવલંબન શિસ્ત ધૈર્યશીલ મનોબળની કસોટી સમાન છે.

સાઈકલ સવારો સ્વ ક્ષમતા અને ગતી અનુસાર એક બીજા સાથે સવારી કરતા અદ્ભુત શારીરિક અને માનસિક દ્રઢતાંથી આ સફર સહર્ષ સ્વીકારી પોતાની જ જાતની પરાકાષ્ઠા ને ઓળંગી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી સંતોષ અનુભવે છે. અને સફળ પુર્ણાહુતી પછી પણ દરેક સાયકલ સવાર બીજા પાછળ રહેલા સાથીઓને પુર્ણાહુતી માટે પ્રોત્સાહન આપવા રોકાય સંઘ શક્તિનું ઉત્તમ પ્રેરક ઉદાહરણ પૂરું પડેલ છે. સુપર રેન્ડોનિયર બિરુદ એકજ વર્ષમાં 200, 300, 400 અને 600 કિલોમીટર બ્રેવેટ્સ ડી રેન્ડોનર્સ મોંડિયાક્સ સાયકલ સવારી કરનાર લોકોને ઑડૅક્સ ઇન્ડિયા રેન્ડોનર્સ તરફથી માતૃ સંસ્થા ઑડૅક્સ ક્લબ પેરિસિયન – પેરિશ દ્વારા એનાયત કરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!