કેવડિયા સફારી પાર્કમાં વિવિધ પ્રાણીઓના સ્કલપચર નકામા વેસ્ટ લાકડાના ટુકડામાંથી વિવિધ પ્રાણીઓના સ્કલપર્ચસ બનાવાયા

કેવડિયા સફારી પાર્કમાં વિવિધ પ્રાણીઓના સ્કલપચર નકામા વેસ્ટ લાકડાના ટુકડામાંથી વિવિધ પ્રાણીઓના સ્કલપર્ચસ બનાવાયા
Spread the love
  • નદીમાં વહી ગયેલા તને ગયેલા નકામા લાકડાની સુંદર આકાર આપી વિવિધ પ્રાણીઓના આકાર આપી ખાસ પ્રાણીઓના આકર્ષણ માટે સફારી પાર્કમાં પ્રતિકારક સ્કલપર્ચસ બનાવાયા.
  • પ્રવાસીઓ દેશ-વિદેશમાં વિવિધ પ્રાણીઓ જોવા આવશે ત્યારે પ્રતિકારાત્મક સ્કલપર્ચસ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 

કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સફારી પાર્ક બની રહ્યો છે જે 385 એકરમાં બની રહ્યું છે. જેમાં દેશ-વિદેશના વિવિધ પ્રાણીઓને પ્રાણીસંગ્રહાલયમાં મુકવામાં આવી રહ્યા છે. જેમાં દરેક વિભાગમાં વિવિધ વન્ય પ્રાણીઓના સ્કલપર્ચસ મુકવામાં આવી રહ્યા છે. જેમાં વાઘ,  સિંહ, ગેંડા જેવા વન્યપ્રાણીઓ સ્કલપર્ચસ બનાવાયા છે. તેમની જાણીને નવાઈ લાગે છે કે આ આકર્ષણ સ્કલપર્ચસ બનાવવા માટે કોઈ મોંઘાદાટ ઉચી કવોલિટીના લાકડા મંગાવ્યા હશે અને તેમાંથી સ્કલપર્ચસ બનાવ્યા હશે, પણ આ ગણતરી નર્મદા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ ખોટી ઠરાવી છે.

કારણ કે આ માટે લાકડા દક્ષિણ ગુજરાતના તાપી  જિલ્લાના જંગલોમાંથી લાવવામાં આવ્યા છે. પણ નકામા જર્જરિત થઈ ગયેલા નકામા લાકડા અને નદીમાં તણાઈ આવેલા વેસ્ટ થઈ ગયેલા લાકડા માંથી વેસ્ટ માંથી બેસ્ટ લાકડાને આકાર આપી વિવિધ પ્રાણીઓના શેપ આપીશ સ્કલપર્ચસ બનાવાયા છે, જે પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે આકર્ષણરૂપ બની રહે છે.આ વેસ્ટ લાકડાની નવા રંગરૂપ આપવાનું અને મોડર્ન ટચ આપવાનું કામ કરી રહ્યા છે સફારી પાર્કના ઇન્ચાર્જ નર્મદા વનવિભાગના વનસરક્ષણ ડો.શશીકુમાર અને સફારીપાર્કનો હવાલો સંભાળતા નાયબ વનસંરક્ષક ડો.રામરતન નાલા તથા આરએફઓ ડો. રાજન  જાદવની ટીમે સ્કલપર્ચસને નવોટચ આપ્યો છે. 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!