ભાજપાનો સત્તા મોહ : બેટી બચાવો ભુલાયું, બળાત્કારીના ટેકાથી સત્તા મેળવશે….!!

ભાજપાનો સત્તા મોહ : બેટી બચાવો ભુલાયું, બળાત્કારીના ટેકાથી સત્તા મેળવશે….!!
Spread the love

ભાજપાનો સત્તા મોહ હવે એટલી નીચી પાયરીએ ઉતરી ગયો છે કે હરિયાણામાં સત્તાપ્રાપ્તિ માટે… જેના ઉપર બળાત્કારનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને બળાત્કાર બાબતે જેની સામે ખુદ ભાજપાએ આંદોલન ચલાવ્યું હતું તે ગોપાલ કાંડા નો ટેકો લેવામાં પણ ભાજપના સિદ્ધાંતોને નેવા પર લટકાવી દેવામાં નાનપ અનુભવી નથી રહ્યો. ત્યારે દેશભરમાં લોકો ભાજપાને ફીટકારી રહ્યા છે.ભાજપાએ હવે સમય ઓળખવાનો તકાદો વિધાનસભા અને પેટા બેઠકોના પરિણામોએ આપી દીધો છે…

એકાદ અપવાદરૂપ બેઠક છોડીને મોટાભાગના પક્ષ પલટુઓને- પ્રજાદ્રોહીઓને ષ્રજાએ જાકારો આપી દીધો છે. તો તે સાથે જે પેટા બેઠકોના અને મહારાષ્ટ્ર તથા હરિયાણા રાજ્યના પરિણામો આવ્યા છે તેમાંથી ભાજપ ની શિર્ષસ્થ નેતાગીરીએ બોધપાઠ લેવાની જરૂર છે… જા નહીં લે તો કોંગ્રેસની જે અવદશા છે ત્યાં પ્રજા બેઝીઝક પહોંચાડી દેશે… તેમાં મીનમેખ નથી….!? કેન્દ્રની નેતાગીરી દેશમાં પ્રસરી ગયેલ મંદી તેમજ મોંઘવારી બાબતે વિચાર કર્યા વગર જ છે એક પછી પ્રજાને ન ગમતા કે પ્રજાને સ્વીકાર્ય નથી તેવા પગલા લેવા સાથે લોકોના કિસ્સામાં પૈસા નાખવાના બદલે પડાવી લીધા તેના પડઘા ચૂંટણી દ્વારા મતદારોએ આપ્યા છે…. ત્યારે ભાજપ હવે શાનમાં સમજે તેમાજ તેની ભલાઈ છે….!!

દેશભરમા સ્ત્રી સશÂક્તકરણની અને બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરતો અને અભિયાન ચલાવતા ભાજપાને સત્તાનિ મોહમા એક બળાત્કારી નો ટેકો લઈને આમ પ્રજાજનો જે ભાજપા ઉપર મોહ હતો તેનો ભંગ કરાવી દીધો છે. હરિયાણા વિધાનસભા સીટ પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ગોપાલ કાંડાની ભાજપાને સમર્થનની વાત જાહેર થતાંજ વિપક્ષોએ ભાજપા પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તો સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. લોકોએ આકરા શબ્દોમાં ભાજપા પર પ્રહારો શરૂ કરી દીધા છે. ગોપાલ કાંડા એક સમયે મંત્રી હતા તેના ઉપર બળાત્કાર અને હત્યા સહિતના અનેક કેસો ચાલે છે.

એર હોસ્ટેસ ગિતિકા શર્માએ આત્મહત્યા કરી હતી તેણીએ તેની મૃત્યુ નોધમા ગોપાલ કાડાનું નામ બતાવ્યુ છે. અને આવા બળાત્કારીનું ભાજપાને સમર્થન મળતા…. હરિયાણાની આમ પ્રજા ભડકી ઉઠી છે. તેના પ્રત્યાઘાત દિલ્હી, એમપી, રાજસ્થાન રાજ્યમા સવિશેષ પડ્યા છે તો દેશભરમાં પણ તે સમાચાર ફરી વળતા અ લોકો ભાજપાને નફરત કરી રહ્યા છે. ત્યારે બાકી હતું તો ભાજપના નેતા ઉમા ભારતીએ ટ્વિટ કરીને ભાજપાને ઝટકો આપતા કહ્યું છે કે ગોપાલ કાંડા ધારાસભ્ય ની ચૂંટણી જીતી ગયા તેનો અર્થ એ નથી કે અપરાધ ભુલી જવામાં આવે. તે સાથે ભાજપાને અનેક સવાલો કર્યા છે. ત્યારે સવાલ એટલો જ છે કે સ્ત્રી સશÂક્તકરણની અને બેટી બચાવો બેટી પઢાવોના જાર શોરથી અભિયાન ચલાવતા ભાજપાને આટલો બધો સત્તા મોહ છે કે પ્રજાએ ઠુકકરાવેલ બળાત્કારીનુ લાછન ધરાવનારાનો ટેકો લેવો પડે….?

ભાજપાને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ પછી મહારાષ્ટÙમાં બરાબર અણીના સમયે શરદ પવારે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા ટેકો આપવાની વાત કરીને ભાજપાની ઊંઘ હરામ કરી નાખી છે. તો ઉધ્ધવ ઠાકરેએ સામના દૈનિકમાં લેખ લખીને ભાજપાનો આડે હાથ લેવા સાથે ખરી ખોટી સંભળાવી દીધી છે. અરે એતો ઠીક અમિત શાહની હાજરીમાં થયેલ ૨૦-ટ્‌વેન્ટી ફોર્મ્યુલાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેનો મતલબ રાજકિય સોદાબાજી કહેવાય. ત્યારે એમ કહેવાય છે કે ભાજપા જ્યા-જ્યા સત્તા મેળવવા માટે જેનો ટેકો મેળવે છે તેમાં સોદાબાજી તો હોય જ….! ત્યારે ભાજપા નેતાગીરીએ હવે વિશેષ સમજવાની જરૂર છે- આત્મમંથન કરવાની જરૂર છે, બાકી અત્યારે તો પ્યોર ભાજપા નથી પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપા છે… તેમ કહીએ તો જરા પણ અસ્થાને નથી… કારણ કોંગ્રેસ ગોત્રના ૧૬૮ જેટલા સાંસદો ભાજપમાં છે….!

(જી.એન.એસ, હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!