રાજપીપળા જલારામ બાપાની 220મી જન્મ જયંતી શ્રધ્ધા-ભક્તિભાવપૂર્વક ઉજવાઈ

રાજપીપળા જલારામ બાપાની 220મી જન્મ જયંતી શ્રધ્ધા-ભક્તિભાવપૂર્વક ઉજવાઈ
Spread the love
  • ગુંદી, ગાંઠીયા અને પુરીના 3000 પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું
  • જલારામ બાપાના દર્શને ભક્તોની ભારે ભીડ

રાજપીપળા ખાતે આજે જલારામ બાપાની 220 મીજન્મ જયંતીની ભારતભરમાં અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા એકમાત્ર જલારામ મંદિરને મંડપ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું., ભક્તો માટે બુંદી, ગાંઠીયા અને પુરીના 3000 પ્રસાદીના પેકેટો બનાવવામાં આવ્યા હતા જેની કામગીરી આખરી રાત બાપાના મંદિરમાં ચાલી હતી. સવારે ભક્તોને ગુંદી, ગાંઠીયા અને પુરીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. જલારામ જયંતીના દિવસે રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા જલારામ મંદિરમાં ભક્તોની દર્શન માટે ભારે ભીડ જામી હતી. મંદિરમાં પાદુકા પૂજન અને મહિલાઓ દ્વારા જલારામબાપાના ભકતોની રમઝટ બોલાવાઈ હતી. જ્યારે વૃદ્ધાશ્રમ ખાતે મંડપ બનાવી બુંદી, ગાંઠીયા અને પુરીના 3000 જેટલા પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં જલારામબાપા પ્રત્યેક ભક્તોમાં ભારે આસ્થા હોવાથી મંદિરોમાં સવારથી જ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જામી હતી. 

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!