મોરબીમાં તુલસી વિવાહ નિમિતે 900થી વધુ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

મોરબીમાં તુલસી વિવાહ નિમિતે 900થી વધુ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
Spread the love
  • સ્વચ્છ ભારત મિશનના સંદર્ભે પાલિકાના સહયોગથી થેલીનું પણ વિતરણ કરાયું

તુલસી વિવાહ નિમિતે વર્ષોથી તુલસીનું પૂજન કરવાની પરંપરા છે.ત્યારે મોરબીમાં લોકોને તુલસી વિવાહ નિમતે તુલસીનું પૂજન કરવા માટે વિનામૂલ્યે રોપા મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર 3 કલાકમાં જ 900 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથેસાથે પાલિકાના સહયોગથી થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં તુલસી વિવાહ નિમિતે લોકોને તુલસીના પૂજન માટે વિનામૂલ્યે તુલસીના રોપા મળી રહે અને તુલસીના રોપાનું વાવેતર માટે જનજગૃતિ આવે તેવા હેતુસર આજે મોરબી મયુર નેચર કલબ,વન વિભાગ મોરબી અને ટંકારા, તેમજ મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ રામચોક પાસે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ તુલસીના રોપા વિતરણનો લાભ લેવા માટે ભારે ઉત્સાહ દાખવતા માત્ર 3 કલાકમાં જ 900 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત અરડૂસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિક નાબૂદી અભિયાનના અનુસંધાને નગરપાલિકાના સહયોગથી લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સમજાવીને નોંનવુવન થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!