ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સફાઇનું સુરસુરિયું

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સફાઇનું સુરસુરિયું
Spread the love

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સફાઇનાં નામે ઢોંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે દિવાળી શુભ પર્વ નિમિતે દેશ વિદેશ માંથી માં અંબેનાં ભક્તો માં અંબેનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી ની ગંદકીનું અંબાજી આવતા ભક્તો ની લાગણી દુભાવતી હોય તેવું લાગી રહ્યું છે અંબાજીનાં જાહેર માર્ગો પર જાણે ગંદકી અને ગટરો નાં ગંદા પાણી એ કાયમી ધોરણે વસવાટ કરી લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે ગટરોનું ગંદુ પાણી રોડની સાઈડ માં ભરાઈને રહે છે અને નાના નાના જીવજંતુ પણ વસવાટ કરી રહ્યાં છે અને આ ગંદકીનાં લીધે જો રોગ ચાળો ફાટી નીકળશે તો જવાબ દાર કોણ ?

અંબાજીનાં જાહેર માર્ગો પર આ ગંદુ પાણી ભરાય છે અને યાત્રિકો ને આવા ગંદા પાણી માં ચાલી ને માં નાં દર્શન કરવા જવા મજબુર બન્યા છે  પણ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના સતાધીશો નું પેટ માનુ પાણી પણ હલતું નથી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અંબાજી માં સફાઇ નાં ધજાગરા ઉડાવી રહી છે તંત્ર દ્વારા લાખો કરોડો નાં ખર્ચે સફાઇ નાં ટેન્ડર અપાતા હોય છે તેમ છતાય આં કપની મન ફાવે તેમ કામ કરી રહી છે વારંવાર મીડિયા માં ગંદકી નાં અહેવાલો પ્રસિદ્ધ કરી રજૂઆત કરવા છતાં પરિસ્થિતી જેવી હતી તેવીજ છે યાત્રાધામ અને જિલ્લા તંત્ર આ કંપની પર કાયદેસર પગલાં  લે તેવી માંગ ઉઠવા પામી છે શું અંબાજી માં થતી ગંદગી  નું કાયમી નિરાકરણ આવશે કે પછી કેમ તેવુ અંબાજી ના ગામજનો કહે છે.

અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!