કુદરતી સંપદાને ગંદકી ફેલાવી દુષિત કરી, પ્રકૃતિના રોષનો ભોગ બની રહ્યા છેઃ રાજ્યપાલ

કુદરતી સંપદાને ગંદકી ફેલાવી દુષિત કરી, પ્રકૃતિના રોષનો ભોગ બની રહ્યા છેઃ રાજ્યપાલ

ગાંધીનગર,
કુદરતે આપણને સ્વચ્છ પહાડો, ડુંગરો, નદીઓ, સમુદ્ર અને જંગલો આપ્યા છે, પણ આપણે સૌએ ગંદકી ફેલાવીને કુદરતી સંપદાને દુષિત કરી, પ્રકૃતિના રોશનો આપણે ભોગ બની રહ્યા છીએ, તેવું ગાંઘીનગર જિલ્લાના કોબા ગામ ખાતે યોજાયેલ શ્રમદાન કાર્યક્રમનો આરંભ કરાવતાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. કોબા ગામમાં શ્રમદાન કાર્યક્રમને હાથમાં ઝાડું લઇ ગામમાં પડેલા કચરાની સફાઇ કરી રાજયપાલશ્રીએ આરંભ કર્યો હતો.

ગુજરાતની ઘરા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંઘી, સરદાર પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાન પૂજય વ્યક્તિઓ આપ્યા છે, તેવું કહી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગંદકી કરે તે મોટો અને ગંદકી સાફ કરે તે નાનો, તેવી નાની સમજ દૂર કરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે, આપણા ઘરનું શૌચાલય પણ એટલું સ્વચ્છ હોય કે, ત્યાં બેસી આપણે પૂજા-અર્ચના કરી શકીએ. આ કામને થોડાક વર્ષે અગાઉ ગુજરાતના સપુત અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છ ભારત અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાની ફલશ્રૃતિ રૂપે બાળકો પણ જા મા-બાપ, વડીલ કે કોઇને ગંદકી કરતાં જાઇ જશે, તો તેમને ટકોર કરતાં બન્યા છે. લોકોને સ્વચ્છતા ઘરની કે પોતાની નહિ, પણ આસપાસની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે, તેવું કહી જણાવ્યું હતું કે, આ અભિયાન અંગેની જાગૃત્તિ ફેલાવવા માટે રાજભવન દ્વારા દર માસની ૧ થી ૧૦ તારીખ દરમ્યાન કોઇ પણ એક દિવસે ગુજરાતના કોઇ પણ ગામમાં સ્વચ્છતા કરી શ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બનવામાં આવશે. રાજયપાલશ્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, કુદરતની સ્વચ્છતાને જીવ સૃÂષ્ટમાં કોઇ પણ પ્રાણી ગંદકી કરતું નથી. સુવર જેવું પ્રાણી દશ વ્યÂક્તઓ જેટલું સફાઇનું કામ કરે છે. પણ સૌથી સમજદાર પ્રાણી મનુષ્ય જ ગંદકી વઘારે ફેલાવે છે. જેના કારણે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની અસરો ભોગવી રÌšં છે. આજે આપણે દિવાળી પછી પણ વરસાદ મેળવી રહ્યા છીએ, તે ગ્લોબલ વાર્મિગની અસર જ છે.

One thought on “કુદરતી સંપદાને ગંદકી ફેલાવી દુષિત કરી, પ્રકૃતિના રોષનો ભોગ બની રહ્યા છેઃ રાજ્યપાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.