નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે ૧૩ જેટલા ઉમેદવારોનો રાફડો

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે ૧૩ જેટલા ઉમેદવારોનો રાફડો
Spread the love
  • નર્મદા જિલ્લામાં ભાજપમાં વકરેલી જૂથબંધીના કારણે નાંદોદ અને દેડીયાપાડાથી બંને વિધાનસભાની બેઠકો ભાજપે ગુમાવી હતી
  • ભારે જૂથબંધી જાહેર હોવાથી નર્મદામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો પણ ભાજપે ગુમાવવી પડી
  • પાંચ તાલુકાનો બનેલો નર્મદા નાંદોદ તાલુકા સિવાય આ પ્રમુખ પદ બીજા ચાર તાલુકામાંથી ફાળવાય તેવી માંગ ઉઠી છે
  • દાવેદારો ગાંધીનગરના આંટાફેરા મારી પોતાના ગોડફાધર જઈ લોબિંગ ચલાવી રહ્યા છે

દિવાળીનું પર્વ વિત્યા બાદ હવે નર્મદા જિલ્લાના ભાજપના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નો મહત્વનો હોદ્દો કોને ફાળવવો એ પ્રદેશ ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે કારણ કે નર્મદા જિલ્લામાં ભાજપમાં વકરેલી મંદીને કારણે નાંદોદ અને ડેડીયાપાડા ની બંને વિધાન સભાની બેઠકો ભાજપે ગુમાવવાની આબરૂની લીરેલીરા ઉડાવી દીધા છે.

એટલું જ નહીં જૂથબંધી અને અંદરોઅંદરની ખેંચાતાં ના કારણે ભાજપના જ આગેવાનોમાં ભારે જૂથબંધી જગજાહેર હોવા થી નર્મદા માં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો ભાજપે ગુમાવી છે. તો રાજપીપળા નગરપાલિકામાં ભાજપ પાસે સત્તા છે. પણ વિરોધ પક્ષને સાથે ચાલતી નગરપાલિકાના ભાજપના સદસ્યો વચ્ચે કોર્ટમાં ગયા છે,  ત્યારે નગરના વિકાસ કટ થઈ ગયો હોય નગરપાલિકાની એક વર્ષ પછી ચૂંટણી આવી રહી છે,  ત્યારે ભાજપ ને નગરપાલિકા ગુમાવવી પડે તેવી નોબત છે,  ત્યારે હવે નવા ભાજપા પ્રમુખની વરણી કોણે તે ચર્ચાનો વિષય અને ભાજપા માટે પ્રતિષ્ઠાનો વિષય બન્યો છે.

 હાલ છેલ્લા બે વર્ષથી જિલ્લા પ્રમુખ અને મહામંત્રી આ બે ઉમેદવારો વારાફરતી પ્રમુખ અને મહામંત્રીના હોદ્દાની ફેરબદલી કરી મહત્વના હોદ્દા પોતાની પાસે જ રાખ્યા છે. એટલું જ નહીં પાંચ તાલુકાનો બનેલો નર્મદા નાંદોદ તાલુકા સિવાય આ પ્રમુખ પદ બીજા ચાર તાલુકા માંથી ફળવાય તેવી માંગ ઉઠી છે ત્યારે આ વખતે પ્રમુખ બનવાની હોડ જામી છે. જેમાં આ વખતે ૧૩ જેટલા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાં જીવન મંત્રી બની ચૂકેલા શબ્દશરણ તડવી ને પણ જિલ્લા પ્રમુખ માટે નામ ચર્ચાઇ છે.

પાર્ટી એ મોટા મોટા સોદાવો આપ્યા પછી પણ અને અપક્ષ ઉમેદવારી કરી ચૂકેલા વિધાનસભાના ધારાસભ્ય ની ઉમેદવારી કરી ચૂકેલા ડો. દર્શનાબેન દેશમુખ નામ પણ જિલ્લા પ્રમુખ પદ માટે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે વર્તમાન પ્રમુખ ઘનશ્યામ દેસાઈ બે વાર પ્રમુખ બની ચૂક્યા છે છતાં ત્રીજીવાર પ્રમુખના દાવેદાર છે. તો હાલમાં મહામંત્રી ગજેન્દ્ર સિંહ જાડેજા પણ એકવાર પ્રમુખ બની ચૂક્યાં છે છતાં પણ તે તેઓ પણ પ્રમુખ પદના ઉપપ્રમુખ દાવેદાર મનાઈ રહ્યા છે, તો નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ પણ જિલ્લા પ્રમુખ બની ગયા છે પણ તેમનું રાજકીય કદ મોટું હોય તેમનું નામ પણ ચર્ચામાં અગ્રેસર છે.

બીજા સહકારી આગેવાન સુનિલ પટેલ અન્ય સક્રિય મહિલા આગેવાનો ભારતીબેન તડવી નું નામ પણ ચર્ચામાં રહ્યું છે. તો જૂના કાર્યકરો રાજુભાઈ વસાવા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઇ વસાવા, પાટીદાર આગેવાન અશોક પટેલ, પ્રકાશ વ્યાસ, રમણસિંહ રાઠોડના નામો પણ ચર્ચામાં છે. ગત ટર્મમાં વિધાનસભાના ઉમેદવાર તરીકે શબ્દશરણ તડવીની ઉમેદવારી સામે ભાજપના કાર્યકરોમાં ભારે વિરોધ થયો હતો અને મોટાભાગના કાર્યકરોએ રાજીનામાં પણ આપી દીધા હતા, છતાં પણ પ્રદેશ કક્ષાની એક તરફી નિર્ણય લેવાતા નાંદોદ વિધાનસભાની બેઠકો ભાજપે ગુમાવી પડી હતી જેને કારણે આજે પણ કાર્યકરો નારાજ છે.

જ્યારે રાજપીપળા નગરપાલિકામાં સત્તા પર હોવા છતાં. ભાજપના જ ચૂંટાયેલા ચાર સભ્યોને સસ્પેન્ડ કરી દેતા અપક્ષ અને કોંગ્રેસને સાથ લેવો પડે તેવી રાજપીપળા નગરપાલિકાની નીતિમાં મેવાડમંડળ અને સાંસદ મનસુખ વસાવા ને નારાજગી વ્યક્ત કરી હતી જેને કારણે નગરપાલિકાના કથડાયેલા વહીવટ સામે પ્રજા પણ નારાજ છે.

 ક્યારે આવા સંજોગોમાં જિલ્લા ભાજપનું સુકાન જવાબદાર અને પાર્ટીના સિનિયર અને અનુભવી તથા બધાને સાથે રાખીને ચાલી શકે તેવા મજબૂત ઉમેદવાર હોવો જોઈએ તેવા ઉમેદવારોની કાર્યકરો માંગ કરી રહ્યા છે. તેના બદલે પાર્ટી પણ પોતાના કહ્યા ઉમેદવાર જ પસંદ કરે છે. જેને કારણે નર્મદામાં ભાજપને પણ ઘણું સહન કરવાનું આવ્યું છે એ બોધપાઠ આ વખતે પણ નહીં શીખે તો આગામી દિવસોમાં ભાજપને ભારે નુકશાન થઇ શકે છે. ખાસ કરીને ભાજપમાં જૂથબંધી અને એકબીજાની અંદરો અંદર ખેંચી પ્રવૃત્તિ વધારે પ્રજામાં જોવા મળે છે. જેને કારણે ભાજપના કાર્યકરોમાં જ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.

જોકે નજીકના દિવસોમાં 20 નવેમ્બર સુધી જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થઇ જાય તેવી શક્યતા છે, પ્રદેશ કક્ષાએ દાવેદારોના નામો પહોંચી ગયા છે. ત્યારે ગમે ત્યારે પ્રદેશ કક્ષાએથી નર્મદા જિલ્લાનું પ્રમુખનું નામ જાહેર થાય તેમ હોવાથી નર્મદા ભાજપમાં કોણ બનેગા જિલ્લા પ્રમુખની ચર્ચાએ જોર પકડયું છે. અને તેમાં દરેક દાવેદારો ગાંધીનગરના આંટાફેરા મારી પોતાના ગોડફાધર ના શરણે જઈ લોબિંગ ચલાવી રહ્યા છે, ત્યારે જિલ્લા પ્રમુખનો તાજ કોના શિરે ચડશે તે મુદ્દો હવે ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે, ત્યારે પાર્ટી સમક્ષ અને અનુભવી તેમજ સૌને સાથે રાખીને ચાલી શકે તેવો તેમજ નો રિપીટ થિયરી અપનાવે તેવી કાર્યકરો પણ માંગ કરી રહ્યા છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!