ભાદરવા દેવનો ઇતિહાસ અને પ્રચલિત દંતકથાઓ

ભાદરવા દેવનો ઇતિહાસ અને પ્રચલિત દંતકથાઓ
Spread the love

ભાદરવાની ગીચ  જંગલની જાળીઓ ના સ્થળે સ્વયંભૂ ભાથીજી મહારાજ પ્રગટ થયેલા ત્યાં હાલ એક પથ્થરનો પાડયો હતો તેની ભાવિક ભક્તો આજ પણ આસ્થાપૂર્વક પૂજા કરે છે.  કાર્તિકે પૂનમે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ જેમ ડુંગરની ટોચ ઉપર ચડતાં જાય છે તેમ તેમ ભાવિકોના શરીરનો રંગ લીલો થતો જાય છે. મોટાભાગે ભાદરવા માસમાં સર્પદંશ વધારે થતાં તેથી સર્પદંશ નિવારવા ભાદરવામાં દાદાના દર્શનથી સર્પદંશની અસરમાંથી મુક્તિ મળતી.

ભાદરવા દેવનો ઇતિહાસ અને દંતકથાઓ ઘણો જ પ્રચલિત છે, જે મુજબ ભાદરવા દેવ ડુંગરના પૂર્વે જમણી બાજુએ ભાદરવા આદિવાસી વસ્તીવાળો ગામ છે. આ નાનકડા ગામના નામ ઉપરથી ભાદરવા ડુંગર તરીકે પ્રખ્યાત થયેલું છે. આ ડુંગર પર પહેલા ઘણઘોર ઝાડીઓ પથરાયેલી હતી,  ત્યારબાદ કાળક્રમે જંગલનો નાશ થતાં આ સ્થળ પ્રચલિત બન્યું.

જ્યારે આદિવાસી પ્રજાઓની માન્યતા પ્રમાણે ડુંગર પર ગીચ જંગલની ઝાડીઓ વચ્ચે કહેવાય છે કે આ સ્થળે સ્વયંભૂ ભાથીજી મહારાજ પ્રગટ થયેલા ત્યાં હાલ એક પથ્થરનો પાડીયો આવેલો છે. તેની ભાવિક ભક્તો અત્યારે આસ્થાપૂર્વક પૂજા કરે ત્યાંના લોકોનું કહેવું છે, કે વર્ષો પહેલા એક છાપરી જેવું મંદિર હતું પરંતુ હાલમાં શેઠ બહેરામશાહ રીલીજીયન ટ્રસ્ટ દ્વારા આ મંદીરનો જીર્ણોધાર કરતા આ સ્થળનો વિકાસ થયો

આ મંદિરને આજુબાજુ પાતાળેશ્વર મહાદેવ, મહાકાળી મા,  ખોડીયાર માના,  હડકાયા માતા જેવા અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દંતકથા પ્રમાણે કારતક સુદ પૂનમે સ્વયંભૂ ભાથીજી મહારાજ દેવોના દેવ ભાદરવા ડુંગર પર પ્રગટ થયા હતા. આ દિવસે તેમને જન્મ જયંતી તરીકે ઉજવાય છે. કાર્તિકે પૂર્ણમેં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ જેમ ડુંગરની ટોચ ઉપર ચડતાં જાય છે, તેમ તેમ ભાવિકોના શરીરનો રંગ લીલો થતો જાય છે. આ ચમત્કારી અને ધાર્મિક સ્થળનું મહત્વ દિનપ્રતિદિન વધતું જાય છે. આ ધાર્મિક મેળો કારતક સુદ ચૌદસ થી શરૂ થાય છે અને કારતક સુદ પૂનમે મોડી રાત્રે મેળો પૂર્ણ થાય છે.

મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, ખાનદેશથી પગપાળા સંઘો યાત્રાળુઓ ધજા ફરકાવતા આવે છે. તેથી મેળામાં લોકોની સુવિધાઓ માટે, ખાણીપીણીનીના સ્ટોર, ગોઠવાયા છે. મેળામાં આદિવાસીઓનાં પરંપરાગત પહેરવેશ,ઘરેણા, કપડા, વાસણો, શેરડી, જેવી અનેક ચીજવસ્તુઓની નાની મોટી હાટડીઓ જોવા મળે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ વન-વગડામાં, જંગલ અને પર્વતોમાં, વસ્તી પ્રજા હતી અને રાત્રે પણ ખેતરો તેમજ,  જંગલોમાં ભટકતી હતી. ત્યારે મોટાભાગે ભાદરવા માસમાં સર્પદંશ વધારે થતાં હતા. આમ છતાં સર્પદંશ મહારાજને મોટાભાગના ભક્તો પોતાની ટીમમાં તેમને દાદાના હુલામણા નામથી સંબોધતા. તેમના આશિર્વાદ કે દર્શનથી સર્પદંશની અસરમાંથી મુક્તિ મળતી.

નર્મદાના આદિવાસીઓમાં હોળી પર્વ એ જેવી રીતે આદિવાસીઓનું ઘેરૈયા લોકોનું નૃત્ય અને ઘેરૈયાની આદિવાસી ની વેશભૂષા લોકપ્રિય બની છે. તેવી જ રીતે બાજુ લોકપ્રિય પાત્ર ભાથીજી દાદાનું બન્યું છે. કાગળના પુઠા અને વાસમાંથી સણગારેલી કાગળનો ઘોડો બનાવી ફેટાવાળા,  ચશ્મા તથા હાથમાં ખુલ્લી તલવાર ધરી ભાથીજીદાદાનુ પાત્ર સાથેના જ કામ કરતા આદિવાસીઓનું પાત્ર લોક બન્યું છે. હવે તો આદિવાસીઓ જીવતો ઘોડો પણ દાદાને અર્પણ કરે છે.

ભાદરવા ના મેળામાં આદિવાસીઓ દ્વારા જવારાના સ્થાપના નું વિશેષ મહત્વ છે. અહીં મેળામાં આદિવાસી શ્રદ્ધાળુઓ માંથી જવારાના ટોપલા લઈ ને પોતાની બાધા પૂરી કરવા આવે છે. અહી લોકો ખુશીના તેમજ બાધાના નુ મંદિર થાપણ કરે છે દર વર્ષે 800 થી 1000 જવાનું વિધિવત્ સ્થાપન થાય છે. ભાદરવાનો મેળો આદિવાસીઓની આગાહી આસ્થાનું પ્રતિક હોવાથી લાખો શ્રદ્ધાળુઓને અહીં ખેંચી લાવે છે.

અહીં માટીના ઘોડા ખરીદી ભાથુજી દાદાના મંદિરે ઘોડો ચઢાવી પોતાની બાધા પૂરી કરવાની માન્યતા છે. આજે પણ આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પૂજે છે. તેથી કાગળનો ઘોડ઼ો બનાવી તો કેટલાક તો માટીના ઘોડા ખરીદી ભગવાનને અર્પણ કરે છે. દેવદિવાળીએ અસંખ્ય ઘોડા દેવને ચઢે છે. કેટલાક શ્રદ્ધાળુઓ તો જીવતો ઘોડ઼ો પણ ચડાવે છે. સાગબારા તાલુકાના રોજઘાટ ગામના આદિવાસી જીવતો ઘોડ઼ો ટેમ્પામાં લાવી દાદા ને અર્પણ કરે છે. આમ આદિવાસીઓની ભાથીજીદાદા પ્રત્યે અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થાય છે.

રિપોર્ટ  : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!