નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ૧૨૬૬૦ હેક્ટર વાવેતરમાંથી ૯૩૫૦ હેક્ટર પાકને અસરગ્રસ્ત

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ૧૨૬૬૦ હેક્ટર વાવેતરમાંથી ૯૩૫૦ હેક્ટર પાકને અસરગ્રસ્ત
Spread the love
  • કપાસ, સોયાબીન, તુવેર અને બાગાયતી પાકમાં ભારે નુકસાનનું અનુમાન,ખેડુતોની દયનીય હાલત
  • ખેડુતોને વળતર મળશે ખરૂ….?
  • નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન પહોંચતા ખેડુતોને આથિૅક ફટકો પડ્યો હતો,

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં મેધરાજાની તોફાની બેટિંગના કારણે જળબંબાકારની સ્થિતિ ઉદભવતા નદી-નાળા, રોડ-રસ્તા,અને નદીકાંઠે વસાવા કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મકાનો ધરાશાયીની સાથે ખેતીવાડીમાં વરસાદી પાણી ભરાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી,અને અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામો સંપકૅવિહોણા બની જવા પામ્યા હતા,જેની સીધી અસર ખેતીવાડી ઉપર પડતાં ચારેય તરફ ભારે નુકસાન પહોંચ્યું હતું.

જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ખેડુતો સિંચાઇના પાણીની અપુરતી સુવિધાના અભાવે કાળીમજુરી કરી ખેતીકામ કરવા મજબુર બન્યા છે,અને સાથે-સાથે કુદરતના કહેર સામે લાચાર બની ગયા છે,જેમાં દેમાર અને કમોસમુ વરસાદ અને ખેતીવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાથી કપાસ,સોયાબીન,તુવેર અને બાગાયતી પાકના કુલ.૧૨,૬૬૦ હેક્ટરના વાવેતર સામે અંદાજીત ૯૩૬૫ હેક્ટર તૈયાર પાકને સીધી અસર પહોંચ્યાના અહેવાલ મળ્યા છે.

જેથી ખેડુતોની આથિૅકકમર તુટી જવા પામી છે,અને વરસાદી પાણી ખેતરમાં ભરાવા અને નદી-નાળાના કાંઠે આવેલી જમીનનું ભારે ધોવાણ થયું છે,તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના અસરગ્રસ્ત લોકો અને કુદરતી આફતના લીધે ખેડુતોની હાલત દયનીય બની જવા પામી છે,અને ખેડુતોને ખાતર,વાવેતર અને ખેતમજુરી પણ માથે પડી છે, જ્યારે આદિવાસી વિસ્તારના અસરગ્રસ્ત લોકો અને ખેડુતોને વરસાદી પાણીના નુકસાનના પેટે વળતર ચુકવવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે, પરંતુ જવાબદાર લોકોનું પેટનું પાણી હલતું નથી,જેથી અસરગ્રસ્ત લોકો અને ખેડુતો નુકસાન પેટે વળતર આપવાની લોકમાંગ ઉઠી છે.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!