કડીમાં થયેલા ગેંગરેપના આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

કડીમાં થયેલા ગેંગરેપના આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
Spread the love

મહેસાણા જિલ્લાના કડી શહેરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર દિવાળીના તહેવારમાં થયેલા બબ્બે ગેંગરેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડફેર ટોળકીના એક આરોપીની ધરપકડ કરી છે. ડફેર ટોળકી લૂંટ ચલાવી અને રેપ કરતી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં લૂંટ અને ગેંગરેપની ઘટનાના ત્રણ ભેદ ઉકેલાયા હોવાની બાતમી મળી છે તથા લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

ક્યારે બની હતી ઘટના ?

બેસતા વર્ષના દિવસે કડીનો સ્થાનિક યુવાન તેની પ્રેમિકાને લઈ નર્મદા કેનાલ વાળા રસ્તા ઉપર થી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ ઈસમોએ ગાડી ઉભી રખાવી ધાકધમકી આપી રોડ ની સાઈડ માં નિર્જન જગ્યામાં લઈ જઈ યુવતી ઉપર વાર ફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની હતી .પોલીસ આ ઘટનનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યાંજ બીજા દિવસે અચરાસણ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા અવાવરૂં જગ્યાએ મજૂર દંપત્તિ રાત્રીના રોકાણ કર્યુ હતુ ત્યારે મધરાતે 3 વાગે એક મોટરસાઈકલ ઉપર 3 અજાણ્યા શખ્શો ધસી આવ્યા હતા અને ચાકુની અણી ઉપર પહેલા દંપત્તીને લૂંટવાની અને પછી ત્રણેય આરોપીઓએ વારાફરતી મજૂર દંપત્તીમાંથી પત્ની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

એકજ દિવસમાં બબે ગેંગરેપની ઘટના બનતા મહેસાણા જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ની મદદ ઉપરાંત મહેસાણા જિલ્લાના નાયબ પોલીસ વડા મંજીતા વણઝારાની આગેવાની માં SIT ની રચના કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ માં લગાડી દેવામાં આવી હતી.ઘણી ઊંડી રીતે તપાસ બાદ આરોપીઓને ઝડપી પાડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને સફળતા મળી છે અને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ગેંગરેપ ના એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીઓની શોધખોળ આદરી દેવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ કુલ છ મોટરસાયકલનો ઉપયોગ કર્યો છે. દરેક ગુના વખતે આરોપીઓ ચોરીનું નવું મોટરસાયકલ ઉપયોગમાં લેતા અને તેને છોડી દેતા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડફેર અકબર સુધી પહોંચી હતી. અકબરની કબુલાત પ્રમાણે આ ઘટનાને અંજામ આપવામાં તેની સાથે બીજા ચાર સાથીઓ હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ તેના સાથીઓની તપાસ કરી રહી છે.

 

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

Admin

Admin

9909969099
Right Click Disabled!