જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયેટ) દ્વારા નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-2ના 689 શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ દ્વારા અપાતું શિક્ષણ

Spread the love
  • નર્મદા જિલ્લાના ધોરણ 8 થી 10 ના બાળકોને વાંચતા,  લખતા, આવડતું ન હોય, ધોરણ10ના નબળાં પરિણામો સુધારવાની ડાયેટ ની કયાવત. 

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતો હોય ખાસ કરીને પ્રાથમિક શાળા અને માધ્યમિક વિભાગમાં આવતા બાળકોને સારું વાંચતા, લખતા કે ગણિત ગણતા આવડતું ન હોય આગળ જતા ધોરણ 10માં નબળાં પરિણામો આવતા હોય છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયટ )દ્વારા નર્મદા જિલ્લાની 689 શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ  છે. ડાયટના પ્રાચાર્ય એમ.જી.શેખના જણાવ્યા અનુસાર દેડીયાપાડા તાલુકા ની 217,  નાંદોદ તાલુકાની 135, સાગબારા તાલુકાની 106, તિલકવાડા તાલુકાની 106, ગરુડેશ્વર તાલુકા ની 125 શાળાઓ મળી કુલ 689 પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં ધોરણ 1 અને 2 ના બાળકો માટે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ દ્વારા વાંચન,  ગણન માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવા રહ્યું છે.

જેમાં પ્રથમ સત્ર અને અંતે શિક્ષણ વિભાગ દ્વારા સામાયિક કસોટી લેવામાં આવી હતી જેના ઓઉટકમ સારા આવ્યા હોવાનું જણાવ્યું છે. જેમાંથી ડાયટના પ્રાચાર્ય એમ. જી. શેખે  500 થી વધુ સ્કૂલોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી પ્રજ્ઞા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહ્યા છે. જેમાં બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે. જેમાં ખાસ કરીને બાળકો વાંચન ગણન અને લેખન ની પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે, જેમાં શિક્ષકો ને ખાસ તાલીમ આપવામાં આવી હતી.

વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્લેકાર્ડ દ્વારા શિક્ષણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એ માટે દર ત્રણ મહિને સામાયિક કસોટી લેવામાં આવે છે. જેનું એનાલિસિસ કરતાં બાળકોમાં સુધારા સાથે સારા પરિણામો જોવા મળ્યા છે. બાળકો વાંચતા લખતા અને ઘનતા થયા હોવાનું જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં ધોરણ 10 -12 માં જે નબળા પરિણામો આવે છે તેમાં આગળ જતાં પરિણામોમાં આવી પ્રવૃત્તિથી સુધારો આવશે, એવો ડાયેટ દ્વારા આશાવાદ સેવાયો છે.

રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!