સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૩ વર્ષથી અ૫હરણના આરોપીને ઝડપી પાડ્યો
સાબરકાંઠા પોલીસ વડા શ્રી. ચૈતન્ય મંડલીક સા.એ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવાની કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એ.એસ.આઇ ઇન્દ્રસિંહ એ.એસ.આઇ દલજીતસિંહ, હેકો રજુસિંહ તથા ડ્ર.પો.કો. કાળાજી વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી મેળવી તલોદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૬/૨૦૧૭ ઇ.પીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ના કામના નાસતા ફરતા આરોપી ભુરસિંહ ઉર્ફે કમલેશ કેશાભાઇ તરાર ઉ.વ.૨૨ રહે. ભંમરેચીના મુવાડા (સાયરા) તા.મોડાસા જી.અરવલ્લી વાળાની આજરોજ તા.૧૬/૧૧/૧૯ ના ક.૦૫/૩૦ વાગે મોડાસા મુકામેથી સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપવામાં આવેલો આમ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને વધુ એક સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)