કડીમાં મોબાઇલની લાલચમાં અપહરણના તરખાટને આખરે પોલીસે ઉકેલ્યું
કડીના કરણનગર રોડ ઉપર આવેલી ધરણીધર સોસાયટીમાં રહેતા 13 વર્ષના કિશોરે મોબાઇલ મેળવવાની લાલચમાં અપહરણનો તરકટ રચ્યું હતું જેની કડી પોલીસને અપહરણની બાતમી મળતા કડી પોલીસે રોડ ઉપર ના સીસીટીવી ચકાસતા કઈ હાથ લાગ્યું નહોતું. તેથી પોલીસે કિશોર ને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછતાં કિશોરે મોબાઈલ મેળવવાની લાલચમાં અને તેના મોટાભાઈની બીકમાં અપહરણ થયું હોવાનું તરકટ રચ્યું હોવાનું માલુમ પડતા ઘટના નો સુખદ અંત આવ્યો હતો.
કડીના કરણનગર રોડ ઉપર આવેલી ધરણીધર સોસાયટીમાં રહેતા કિશોરે મોબાઈલ મેળવવાની લાલચમાં તેના મોટાભાઈના મોબાઇલમાંથી બન્ને સીમકાર્ડ કાઢી નાખ્યા હતા જેથી તેને મોટાભાઈ વઢે નહીં અને તેમની સહાનુભૂતિ મેળવી શકે તે હેતુ થી તેણે જન્મભૂમિ સોસાયટી આગળ થી અજાણ્યા શખ્સો તેનું અપહરણ કરી જઇ છત્રાલ હાઇવે રોડ ઉપર મોડસ રેસ્ટોરેન્ટ ની સામે ખુલ્લા મેદાનમાં ઉતારી દીધો હતો અને ત્યારબાદ તેને કંઈક સુંઘાડી બેહોશ કરી દીધો હતો અને ત્યાર બાદ તેના પેટ ઉપર સ્ટીક માર મારવામાં આવ્યો હતો.
પરંતુ કિશોરે તેમની આંખોમાં માટી નાખી દોડીને પોતાની સાયકલ લઈને સંતાઈ ગયો હતો ત્યારે બાદ તેણે ઘેર આવી ને તેની માતા અને મોટાભાઈને જાણ કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.કડી પોલીસે ઘટનાની વિગતો મેળવી કિશોર ને લઈ જઈ સ્થળ તપાસ કરવા છતાં કંઈ હાથ લાગ્યું નહોતું તેથી તેમણે ભોગ બનેલા કિશોરને વિશ્વાસમાં લઈ વિગતો લેતા કિશોરે મોબાઈલ મેળવવાની લાલચમાં અપહરણનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યું હતું. કડી પોલીસે અપહરણ ના બનાવનો સુખદ ઉકેલ લાવી સાચી હકીકત પ્રકાશમાં લાવી સમાજમાં આવા બનાવ અંગે જાગૃતતા લાવી સરાહનીય કામગીરી કરી હતી.