ચીઠોડા પોલીસે ફાળો ઉઘરાવવાના બહાને નજર ચુકવી ચોરી કરનાર ઈસમને ઝડપ્યો
- અરવલ્લી જીલ્લાના ભિલોડા શહેરમા માતાજીના નામની પાવતી બનાવી ફાળો ઉઘરાવવાના બહાને નજર ચુકવી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી ચિઠોડા પોલીસ
સાબરકાંઠા પોલીસ વડાશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબધી ગુન્હાઓ અટકાવવા તથા બનેલ ગુન્હાનુ ડીટેકશન કરવા અથૅ સુચના આપેલી છે જે સંદભૅ ઇડર વિભાગના ડી.વાય.એસ.પી શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તથા ખેડબ્રહ્મા સી.પી.આઇ શ્રી કે.એમ.વાઘેલા સાહેબના માગૅદશૅન હેઠળ ચિઠોડા પો.સ.ઇ. એ.વી.જોષી તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખેલ તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પાલ ચેક પોસ્ટ નજીકની નીચે જણાવેલ આરોપીને અટક કરી ભિલોડા પો.સ્ટે.નો ગુન્હો શોધી કાઢેલ છે.
આરોપી :
રમેશભાઇ કનુભાઇ વાદી રહે.પાલ તા.વિજયનગર જી.સાબરકાંઠા
કબ્જે કરેલ મુદ્દામાલ :
જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ – ૮ તથા ટેબલેટ નંગ – ૧ તથા રોકડ રકમ રૂ.૬,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૦,૪૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુન્હો :
અરવલ્લી જીલ્લાના ભિલોડા શહેરમા ઉમિયાનગર સોસાયટી તથા માણેકબા સોસાયટીમા અલગ અલગ ઘરોમા જઇ માતાજીના નામે ફાળો ઉઘરાવવાના બહાને પાવતી આપી માણસોને વાતોમા વ્યસ્ત રાખી નજર ચુકવી ઘરમાંથી સેમસંગ ગેલેક્સી કંપનીનો મોબાઇલ ફોન તથા ટેબલેટ તેમજ રોકડ રકમની ચોરી કરેલ જે અંગે ભિલોડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૭/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૨,૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
આરોપીની ગુન્હો કરવાની એમ.ઓ :
માતાજીના નામે ફાળો ઉઘરાવવાના બહાને પાવતી આપી માણસોને વાતોમા વ્યસ્ત રાખી નજર ચુકવી ઘરમાંથી રોકડ રકમ તથા અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવાની.
આરોપીએ કરેલ કબુલાત :
મજકુર આરોપીએ અરવલ્લી જીલ્લાના ભિલોડા શહેરમા છેલ્લા દસેક દિવસ પહેલાં ઉમિયાનગર સોસાયટી તથા માણેકબા સોસાયટીમા અલગ અલગ ઘરોમા જઇ માતાજીના નામે ફાળો ઉઘરાવવાના બહાને પાવતી આપી માણસોને વાતોમા વ્યસ્ત રાખી નજર ચુકવી ઘરમાંથી સેમસંગ ગેલેક્સી કંપનીનો મોબાઇલ ફોન તથા ટેબલેટ તેમજ રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત કરેલ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :
પો.સ.ઇ એ.વી.જોષી તથા અ.હે.કો.ભુરજીભાઇ નાનજીભાઇ બ.નં.૨૯૮ તથા અ.હે.કો.ગિરીશકુમાર દેવજીભાઇ બ.નં.૩૭૩ તથા આ.પો.કો.રાજેશકુમાર શંકરભાઇ બ.નં.૩૨ તથા અ.પો.કો.દિપકકુમાર લક્ષીભાઇ બ.નં.૪૧૪ વિગેરે. પોલીસે આરોપીની અટક કરી ચોઠોડા પોલીસ સબ ઇન્સપેકટર વધુ તપાસ હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)