ચાણક્યનું નીતિશાસ્ત્ર હતું, તેમની કુટીલતામાં પણ મર્યાદા હતી…

ચાણક્યનું નીતિશાસ્ત્ર હતું, તેમની કુટીલતામાં પણ મર્યાદા હતી…
Spread the love
મહારાષ્ટ્ર રાજ્યમાં જે તડજોડીયાનો- ભાંગફોડીયા નો ખેલ ખેલાયો તેને ચાણક્યનો ખેલ ન કહેવાય…. તેઓને તો સત્તાના દલાલ કહેવાય…!

 

(જીએનએસ: હર્ષદ કામદાર)
આપણા દેશમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતથી દેશ માટે ભોગ આપનારા સ્વર્ગસ્થ મહાનુભાવોને અને હયાત તજગ્નોને કોઈપણ રીતે બદનામ કરવાનો એક દોર શરૂ થઇ ગયો છે. આમ પ્રજાને ચાણક્યના નામે જે રીતે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેના કારણે દેશના મોટાભાગના લોકો દેશની આઝાદીનો ઈતિહાસ જાણનારા અને સમજનારા છે. તેઓ ભાજપાથી નારાજ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી…. નથી…. ને નથી જ…. પરંતુ એવું નથી એક સમયે ભાજપાને જ દેશ ઉદ્ધારક માનનારા હવે તેનાથી વિમુખ થવા લાગ્યા છે. અને એ પણ નાના પ્રમાણમાં નહીં પણ મોટા પ્રમાણમાં…..! ખરેખર તો જેઓને ચાણક્ય કહેવામાં આવે છે તે ચાણક્ય કહેવાય ખરા…..? સત્તાપ્રાપ્તિ માટે મહારાષ્ટ્ર રાજ્યમાં જે પ્રકારનો ખેલ ભાજપાએ ખેલ્યો તે યોગ્ય ન હતો તેમ દેશના લોકો- ભાજપાના કેટલાક સમજદારો કહેતા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં જે તડજોડીયાનો- ભાંગફોડીયા નો ખેલ ખેલાયો તેને ચાણક્યનો ખેલ ન કહેવાય…. તેઓને તો સત્તાના દલાલ કહેવાય…! ચાણક્યનું નીતિશાસ્ત્ર હતું- તેમની કુટીલતામાં પણ મર્યાદા હતી… અને આજના સત્તા મેળવવાના ખેલમા તડજોડીયા- ભાંગફોડીયાઓનું માત્ર અનિતીશાસ્ત્ર જ હતું. તેમને કોઈ મર્યાદા ન હતી. સત્તા મેળવવા માટે લાજશરમ પણ ખીટીએ લટકાવી દીધી હતી. લાજ-શરમ જેવી તો કોઈ વાત જ ન હતી. એક વ્યક્તિને સત્તા લાલચુ દાવેદારે ભરમાવી- ડર બતાવી પોતાની સાથે લઇ લીધી. અને રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું તે સાથે મુખ્યમંત્રી પદના શપથ પણ ઉતાવળે લઈ લીધા. જાણે કે મોટો મીર મારી બહુમતી મેળવી લીધી હોય. તેમ દાવો પણ ઠોકી દીધો. “ભાજપા-એનસીપીની સરકાર બનશે”…. પણ અને તેની ચાણક્યનીતિ ચાલી નહીં…ઊધે કાધ પટકાઈ… અને ખરેખર ચાણક્ય શરદ પવાર સાબિત થયા. શિવસેના, એનસીપી, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો મળીને 162 ધારાસભ્યો મીડિયા અને પ્રજા સામે રજૂ કરી દેતા ભાજપાની શોપિંગ કળાનો કચરો થઈ ગયો. જે એક હકીકત છે….!
ચાણક્ય શબ્દ એવો છે કે વાંચનાર ઉપર બુધ્ધિજીવી હોવાની છાપ ઉભી કરે છે. રાજકીય આટાપાટા, ખરીદ- વેચાણ,લેણ દેણ કરનારા, તેમજ જોડાણ કરાવનાર, ભાગલા પાડનારને ચાણક્ય કહીને આમ પ્રજામાં ખોટી ભ્રમણા ફેલાવે છે. શરદ પવાર અમિત શાહ બંન્ને ચાણક્ય….!! પરંતુ જ્યારે ઉપર બેઠેલા ખુદ માનસિક રીતે નિર્માલ્ય બની જાય ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના રાજકીય ખેલમાં ચાણક્ય કોને કહીશું…..? ખરેખર તો સત્તાની લાલચમાં બધા લેભાગુ, આડતીયા, તકવાદી કે વચેટિયા કહેવાય…! રાજનીતિ માં કોઈ નૈતિકતા રહી નથી આમ છતા તેને નીતિ કહેવાય છે. જેનો અર્થ કુટીલતા અને મર્યાદા પણ થાય છે… તો વ્યવહાર કુશળતા અને શુદ્ધ ન્યાય પણ થાય છે. પરંતુ અત્યારના સમયમાં કપટી,ખંધો,લુચ્ચો,ધુતારો હોય તે વધુ સફળ થાય છે. અને તે ઈચ્છીત પદ મેળવે છે. પરંતુ તમામ પક્ષોને એક છત નીચે લાવી ધાર્યુ કરાવે તે મહા ખેલાડી હોય તો જ ટકી શકે. અને આખરે મહારાષ્ટ્રમાં ભાજપાની પીછેહટ થઈ જે સત્ય હકીકત છે. તો મરાઠા લોકો સહીતની આમ પ્રજા ભાજપાને ખૂબ જ નફરત કરવા લાગ્યા છે તે પણ એટલી જ સત્ય હકીકત છે….!
એક સમયે અજીત પવારે કાકા શરદ પવાર ને દગો દીધો, ખેલ પાડી દીધો. ભાજપાના દેવેન્દ્ર ફડનવીસ ફુલ ફોર્મમાં આવી ગયા. અજીત ઉપરના કૌભાડોના કેસોમાં ક્લીનચીટ અપાઈ ગઈ… પરંતુ તેનો ભાંડો ફૂટી ગયો અને અજીત પવાર મોઢુ છુપાવવા પોતાના ભાઈના ઘરે બેસી ગયા. ભાજપા નેતાગણ પણ બેબાકળો બની ગયો…. બીજી તરફ રાજ્યમાં એવી સ્થિતિ બની રહી કે સત્તા માટે શિવસેના,એનસીપી,કોગ્રેસ. ત્રણેય પક્ષના અને અપક્ષ ધારાસભ્યોને હોટલમાં રાખવા પડ્યા. અને તેમના ઉપર પહેરો મૂકી દીધો ત્યારે ખ્યાલ આવે છે કે કેટલી મોટી લાલચ અપાતી હશે કે ધાક-ધમકી…..! આવા ખેલ ખેલનારાને ચાણક્ય કહેવામાં આવે તો એ ખરેખર ચાણક્યનું અપમાન-અવમાન છે….! ત્યારે એક વાત યાદ કરવા જેવી છે… મગધના લોકોના હિત માટે કૂટનીતિ હતી,…. સત્તા મેળવવા માટે પ્રપંચો રચી દેશના બંધારણના ચીથરા ઉડાડવાનું બંધ કરવું જરૂરી છે. તેને ચાણક્ય નીતિમાં ન ખપાવો . 162 ધારાસભ્યોને એક જ માંડવે ઉપસ્થિત રાખીને મહાઅગાડી ગઠબંધને સત્તા પ્રાપ્તિ માટે ખેલ ખેલનારાઓના નાક વાઢી નાખ્યા છે. તે સાથે ગઠબંધન ખરેખર કોને કહેવાય તે આમ પ્રજા સમક્ષ બતાવી દીધું છે. ત્રિપક્ષીય સરકાર બનતા હવે ભાજપાના કાળા ચિઠ્ઠા બહાર આવશે અને દેશની પ્રજા જાણશે તેવો મહારાષ્ટ્રના લોકોને વિશ્વાસ છે…..!

Admin

Admin

9909969099
Right Click Disabled!