રાજપીપળા નજીક વડીયા ગામે ડેન્ગ્યૂના 8 શંકાસ્પદ કેસો મળતા દોડધામ
દોડતું થયેલું આરોગ્યતંત્ર.
રાજપીપળા પંથકમાં આ વર્ષે સૌથી વધારે 60 થી વધુ ડેન્ગ્યુના કેસો.
ઊંઘતું ઝડપાયું આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર.
આરોગ્ય વિભાગે ફોગીંગ કરાવ્યું.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આ વર્ષે સૌથી વધારે 60 થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. અને હજી ક્રમશઃ વધી રહ્યા છે તાજેતરમાં જ રાજપીપળા નજીક વડીયા ગામે ડેન્ગ્યૂના 8 શંકાસ્પદ કેસો મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી.આ દર્દીઓએ આજુબાજુ ના ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તમામને ડેન્ગ્યુ પોઝીટીવ રીપોર્ટ આવતા, આ બાબતે આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક દોડી આવી સર્વે હાથ ધર્યો હતો, અને નગરમાં તથા વડિયા ગામમાં ફોગીંગની પ્રક્રિયા હાથ પર લીધી હતી. આ લોકોએ ડેન્ગ્યુના મચ્છર લવારાની શોધ કરી નાશ કરવાની કવાયત હાથ ધરી સાથે સફાઈ અને જરૂરી ક્લોરીનેશનની કામગીરી હાથ ધરતા લોકોએ રાહત થઇ હતી. હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે. વધુ કોઈ કેસ જણાવ્યા નથી જેથી તંત્રને પણ રાહત મળી હતી. સરપંચ મહેશ રજવાડી, ચંદ્રકાંત પરમાર, પૂર્વ ઉપ સરપંચ ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનોએ હાજર રહીને આરોગ્ય વિભાગ પાસે જરૂરી કામગીરી કરાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા