ઉંઝામાં પાટીદારોની જવેરા સાથેની શોભાયાત્રા નીકળી, હજારો ભક્તો જોડાયા

ઉંઝામાં પાટીદારોની જવેરા સાથેની શોભાયાત્રા નીકળી, હજારો ભક્તો જોડાયા
Spread the love

ઉંઝામાં સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં આગામી 18 થી 22 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ ચરણમાં રવિવારના રોજ સવારે 8 કલાકે ઉમિયા માતાજી મંદિરથી 5100 જવારા કુંડ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારો માઇ ભક્તો જોડાયા હતા. આ લક્ષચંડી મહાયજ્ઞના આયોજન માટે વિવિધ 45 કમિટીઓ રચના કરવામાં આવી છે.લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત રવિવારથી હતી, ત્યારે ગુજરાત સહિત આસપાસના રાજ્યના લોકો અહીં આવી પહોંચ્યા હતા.

આ લક્ષચંડી મહાયજ્ઞમાં 18 થી 22 ડિસેમ્બર સુધી 60 થી 70 લાખ લોકો ઉંઝા આવશે અને માતાજીના આ પાવન પર્વમાં ભાગીદાર થશે અને માતાજીના દર્શન કરી ધન્ય થશે. આ લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત , બિહાર અને અન્ય રાજ્યના મુખ્યપ્રધાન સાથે ગુજરાતનું આખું મંત્રીમંડળ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેશે.લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે એટલે કે 19 ડિસેમ્બરના રોજ ભારતના ગુહપ્રધાન અમિતશાહ પણ ખાસ હાજરી આપશે.

લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે જમવાની તેમજ સુવાની વ્યવસ્થા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરવામાં આવી છે. ઉંઝામાં રોજના 4 લાખ લોકો રોજનું ભોજન ગ્રહણ કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લક્ષચંડી મહાયજ્ઞમાં 1 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી સતત 1100 ભૂદેવો દ્વારા 700 શ્રલોકોના દુર્ગા સપ્તસતિના એક લાખ પાઠનું પારાયણ કરવામાં આવશે.

અપૂર્વ મહેસાણા 

Admin

Admin

9909969099
Right Click Disabled!