એસ વી આઈ ટી, એન.એસ.એસ.યુનિટ દ્વારા HIV AIDS અવેરનેસ કાર્યક્રમનું આયોજન
રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્ય માં HIV અટકાયત અને એઈડ્સ નિયંત્રણ માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ૧લી ડિસેમ્બર ૨૦૧૯, “વિશ્વ એઇડ્સ દિવસ” આ વખત નું સૂત્ર “સમુદાય બદલાવ લાવે છે” સાથે સમાજના વિવિધ સમુદાયો સક્રિય રીતે જોડાયા છે જેથી HIV ને નિર્મૂળ કરી શકાય તથા HIV સાથે જીવતા લોકો પ્રતિ કલંક અને ભેદભાવ દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના હેતુથી એસ વી આઈ ટી કોલેજ વાસદ ખાતે એન.એસ.એસ.ના સ્વયંસેવકો માટે HIV અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS અને એસ વી આઈ ટી, એન એસ એસ યુનિટ દ્વારા NSS એન અન્ય વિદ્યાર્થીઓ માટે HIV- AIDS અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના ૫૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો હતું. GSACS ( ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી) તરફથી શ્રી મનુભાઈ વાઘેલા (ADMS) દ્વારા વિદ્યાર્થીઓ ને HIV – AIDS વિશે વિગતવાર માહિતી આપી હતી. HIV શું છે ?, ADIS શું છે તેના લક્ષણો શું છે ? તે બંનેમાં તફાવત શું છે ? તેના ફેલાવાના કારણો શું છે ? વગેરે પર વિસ્તૃત જાણકારી આપી હતી. ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી તરફથી ગુજરાતના એચઆઇવી એઇડ્સ નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા સેવા કેન્દ્રો અને સરકાર શ્રી ના સોશિયલ પ્રોટેક્શન ની યોજનાઓ ની વિગતવાર માહિતી આપી તેમની સહ સમાજમાં એચઆઇવી પોઝિટિવ વ્યક્તિમાં પૂર્વક જીવી શકે તથા ફિલ્મ ભવ કરવા ઉપર ખૂબ સુંદર સમજ આપી હતી એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓ સાથે કરેલા સામાજિક વ્યવહારથી જ પહેલા તો નથી તેની પણ ઝીણવટ પૂર્વક જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ ના સ્વયંસેવક હિતેશ અને ટીમ દ્વારા પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલ ની દેખરેખમાં કરવામાં આવ્યું હતું એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.