નસવાડીની એકલવ્ય તીરંદાજી એકેડેમી બની તીરંદાજ ના અભ્યાસ માટે મુલાકાતી સેન્ટર

Spread the love
  • નસવાડીની એકલવ્ય તીરંદાજી એકેડમીની અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં મુલાકાત પત્રકારિત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી.
  • એકલવ્ય ખેલાડીઓ અત્યાર સુધી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 110 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે.

નસવાડી ખાતે આવેલ એકલવ્ય તીરંદાજી એકેડેમી હવે દેશભરના તીરંદાજો માટે પ્રેરણાદાયી ટ્રેનિંગ સેન્ટર બન્યું છે. આ એકેડેમીના કોચ દિનેશ ભીલે તાજેતરમાં જ દેશભરમાં આઇએએસ તાલીમી અધિકારીઓને મસુરી ખાતે તાલીમ આપ્યા બાદ આ તીરંદાજીની એકેડમીમાં જોવા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના ભાગરૂપે ગ્રામ્ય જીવન પદયાત્રા કરવા માટે તણખલા નજીક આવેલ માંકડ આંબા ગામે આવેલ છે. સહયોગ છાત્રાલયમાં ચાર દિવસ રહીને ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત કરશે. ગ્રામ્ય જીવન વિશે તેઓ વિવિધ પ્રકારની માહિતી મેળવશે. આ વિસ્તારમાં થતા વિવિધ પાકો અને રહેણીકરણી વિશે માર્ગદર્શન મેળવશે.

નસવાડી ખાતે આવે એકલવ્ય તીરંદાજી એકેડમીમાં રહેતાં ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત તેમજ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અંતર રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લીધો છે. વિશ્વમાં એકલવ્ય તીરંદાજી એકેડમીની ઝલક આપી છે. પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓની પ્રેક્ટિસ નિહાળીને ખૂબ પ્રભાવિત થયા. એકલવ્ય તીરંદાજી એકેડેમી ના સ્થાપક દિનેશ ભીલ દ્વારા આ તીરંદાજી કેવી રીતે રમાય તેના વિશે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મહાત્મા ગાંધીના ગાંધી વિચાર હેઠળ ગુજરાત વિદ્યાપીઠ ચાલે છે. આ વિદ્યાર્થીઓ સાથે પત્રકારત્વ વિભાગના હેડ ડો.યુનિતા હરણે અને પ્રોફેસર અશ્વિન ચૌહાણ પણ જોડાયા હતા. એકલવ્ય ખેલાડીઓ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 110 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે. તેના તેથી તેની લોકપ્રિયતા વધી રહી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!