બડોલી ગામે નિવૃત્ત થઈ રહેલા આર્મી જવાનું સન્માન અને શોભાયાત્રા

બડોલી ગામે  નિવૃત્ત થઈ રહેલા આર્મી જવાનું સન્માન અને શોભાયાત્રા
Spread the love

ઈડર તાલુકાના બડોલી ગામ ના વતની અને આર્મી જવાન એવા ભૂપેન્દ્ર કુમાર પશાભાઈ વણકર  સોમવારના રોજ પોતાની દેશ સેવાના અઢાર વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થઈ પોતાના વતન ઇડર ખાતે આવી પહોંચતા બડોલી ગામ વાસીઓ અને સમાજ દ્વારા તેઓની ડીજે તાલ સાથે ખુલ્લી જીપમાં ઇડર થી બડોલી સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ બડોલીના અમરત ઓટલા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  સમાજ અને બડોલી  ગામ ના  લોકો દ્વારા  મોટી સંખ્યામાં હાજર રહી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા પણ હાજર રહ્યા હતાત્યારબાદ ઘોડા પર બેસાડી ગામમાં શોભાયાત્રા કડાઈ હતી. બડોલી ગામ નું નામ રોશન કરી ને સેવાનિવૃત થઇ રહેલા ભુપેન્દ્ર કુમાર ગામના લોકો એ ખૂબ જ ખુશી સાથે વધાવી લીધા હતા. બડોલી ગામ નું નામ રોશન કરી ગામનું ગૌરવ વધાર્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!