અમદાવાદના કલેક્ટર તરીકે કે.કે.નિરાલાએ ચાર્જ સંભાળ્યો

અમદાવાદના કલેક્ટર તરીકે કે.કે.નિરાલાએ ચાર્જ સંભાળ્યો

અમદાવાદ,
અમદાવાદ શહેરના નવા કલેક્ટર કે કે નિરાલાએ સોમવારથી ચાર્જ સંભાળ્યો છે. નિરાલાએ જણાવ્યું હતું કે, સરકારની સાથે રહીને તમામ મુદ્દાઓ અને સમસ્યાઓ પર ધ્યાન રાખવામાં આવશે. અગાઉ નિરાલા પાણી પુરવઠા વિભાગમાં હતા.
તેમણે પોતાના પ્લાનિંગ નહી પણ એકશનમાં તૈયારી કરી લીધી હોવાની વાત જણાવી છે. કલેક્ટર નિરાલાએ જણાવ્યું છે કે હું શું કામ કરીશ તેના કરતા અત્યારથી જ કામ શરૂ કરી દીધું છે. અમદાવાદ જિલ્લાને ક્્યાં છે અને ક્્યં લઇ જવુ છે તે માટે અધિકારીઓ સાથે વન ટુ વન પ્લાનિંગ કરી દીધું છે અને તેના આધારે અમે જિલ્લાની સમસ્યા અને અન્ય કામો માટે એકશન લઇશું અને જરૂર પડશે તે માટે વિવિધ મંત્રાલયની પણ મદદ લઇશુ.અમદાવાદમાં ચાલતા નિત્યાનંદ આશ્રમ વિવાદ અંગે પુછતા તેમણે હાલ આ અંગે કઇ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

કે.નિરાલા ૨૦૦૫ની બેચના આઈએએસ છે. આ ઉપરાંત પાણી પૂરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી હતા. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેય કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. તેમને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક (ડાયરેક્ટર) નિમાયા છે. તેમને ૩ અઠવાડિયામાં હાજર થવા આદેશ કરાયો છે. જેને લઇને નવા કલેક્ટરની નિમણુંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!