અંગ્રેજીનું ગાંડપણ છોડો માતૃભાષા જ સર્વશ્રેષ્ઠ છે

અંગ્રેજીનું ગાંડપણ છોડો માતૃભાષા જ સર્વશ્રેષ્ઠ છે
Spread the love

માતૃભાષા એટલે….. જેની સરખામણી મા સાથે થાય તેવી ભાષા.. મા સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણે કંઈ જ વિચારવું ના પડે કે ના આપણે શબ્દો ની ગોઠવણ કરવી પડે.. કાલી- ઘેલી વાણી પણ  મા બહુ સરળતા થી સમજી જાય.. માતૃભાષા નું પણ એવું જ છે.. ગુજરાતી આપણી માતૃભાષા છે… જે આપણે દિન પ્રતિદિન ઘર માં માતા પિતા,ભાઈ, બહેન,  સગા સબંધીઓ અને પડોસીઓ સાથે એ ભાષા મા વાત કરતા હોઈએ છીએ…તે ખુબ જ મીઠી અને સરળતા થી બોલી શકાય તેવી આપણી પોતાની માતૃભાષા છે.. પણ મિત્રો આજ કાલ આપણે જોઈએ તો તેનો પ્રભાવ અને મહત્વ દિન પ્રતિદિન ઘટતું જોવા મળે છે.. તેના ઘણા બધા કારણ છે.. એમા સૌંથી મોટુ કારણ એ સમાજ અને વાલીઓ નો.. કે જેના બાળકો શાળા મા અભ્યાસ કરે છે.. તેમના માતા પિતા નો રસ માતૃભાષા કરતા અંગ્રેજી ભાષા માટે નો પ્રેમ વધુ જવાબદાર છે.. બાળક જયારે ગર્ભ મા હોય છે.. ત્યારે થી જ એ મા ને ઓળખે છે.. મા ની ભાષા ને ઓળખે છે..

નવ મહિના મા માતા જે પણ ક્રિયાઓ કરે તેની બધી જ અસર બાળક પર પડે છે.. માટે જ માતાઓ ને ધાર્મિક સાહિત્ય વાંચવાની સલાહ આપવા મા આવે છે અને તે પણ ગુજરાતી એટલે કે આપણી માતૃભાષા મા હોય છે.. તે બધા જ સંસ્કાર ગર્ભ મા થી જ મળવાના શુરુ થઇ જાય છે.. આમ ધાર્મિક દ્રષ્ટિએ પણ બાળક ના વિકાસ મા માતૃભાષા નું અનેરૂ સ્થાન રહેવા પામ્યું છે.. ત્યાર બાદ બાળક દુનિયા મા આવે ત્યારે મા તેને કાલી ઘેલી વાણી મા બોલતા શીખવે છે અને તે પણ માતૃભાષા મા જ હોય છે અને બાળક ખુબ જ જલ્દી દરેક વસ્તુ ગ્રહણ કરે છે.. આમ બાળક ના પારિવારિક વિકાસ મા માતૃભાષા ખુબ જ મહત્વ નો ભાગ ભજવે છે..

આમ માતૃભાષા નું ખુબ જ બાળક ના જીવન મા યોગદાન હોય છે.. પરંતુ અંગ્રેજી ભાષા ના વધુ પડતા મહત્વ આપવાના કારણે તેનો વ્યાપ ઘટતો જાય છે જે વસ્તુ બાળક ને માતૃભાષા મા શીખવવાની હોય તે જ વસ્તુ અંગ્રેજી ભાષા મા શીખવવા માતા પિતા પ્રયાસ કરે છે.. એક વિષય તરીકે પણ શાળાઓ માં ગુજરાતી વિષય ને બાજુ મા મૂકી દેવાયો છે. બાળક ઘરે હોય ત્યારે જે ભાષા મા વાત કરતો હોય છે તેમાં તેને સરળતા પડે છે પરંતુ જયારે તે શાળા મા જાય છે ત્યારે શિક્ષક તેને અંગ્રેજી મા બોલવા માટે પ્રેરિત કરે છે. ત્યારે તે પોતે મુઝાઈ જાય છે.. શાળા અને પરિવાર વચ્ચે બાળક એકલું પડી જાય છે.

ઘર મા માતા પિતા કંઈક અલગ શીખવવા પ્રયાસ કરતા હોય છે અને શાળા મા કંઈક અલગ જ વાતાવરણ હોય છે.. તેના કારણે બાળક નો જે બૌધિક વિકાસ થવો જોઈએ તે યોગ્ય રીતે થતો નથી કેમ કે બાળક વિચારી વિચારી ને એટલો થાકી જાય છે કે તેની અસર તેના બીજા અભ્યાસ ના વિષયો પર પણ પડે છે.. અને દિવસ જાય તેમ તેનો શિક્ષણ મા થી રસ ઉડવા લાગે છે.. આપણે અંગ્રેજી ભાષા ના વિરોધી નથી.. રોજિંદા કામો, ઉચ્ચ અભ્યાસ માટે ની તકો, વિદેશ મા વ્યવસાય આ દરેક વસ્તુ માટે અંગ્રેજી નું જ્ઞાન જરૂરી છે.. પરંતુ માતૃભાષા ને અવગણી ને બીજી ભાષા ને મહત્વ આપવું એ પણ ભૂલભરેલું છે…

પહેલા ના સમય માં એટલો વ્યાપ અંગ્રેજી નો નહોતો એટલે માતા પિતા પોતે એ ભાષા થી સારી રીતે જાણકાર નથી તે સમસ્યા ના કારણે તે બાળક ને શક્ય તેટલી મદદ નથી કરી શકતા. બાળક ના શાળા ના ગૃહકાર્ય થી પણ તેઓ પરિચિત નથી હોતા.. અને દેખાદેખી અને ઝડપ થી સિદ્ધિ હાશલ કરાવવાની દોડ મા તેઓ બાળક ને અંગ્રેજી માધ્યમ ની શાળા મા દાખલ કરે છે અને ત્યાર બાદ બાળક પણ એમની સાથે સફર કરે છે.. મોંઘા ટ્યૂશન થી પણ બાળક તે ભાષા ને સમજી શકતું નથી.. અને તેના કારણે ખરેખર બાળક ને જે કરવું હોય, જે વિષય મા બાળક ને રસ હોય તેનાથી પણ બાળક દૂર થઇ જાય છે.

બાળક હંમેશા પોતાના ગમતા વિષયો શીખવા તત્પર હોય છે. અને તે વિષયો ની આસ પાસ જ તે ફર્યા કરે છે.. અમુક વખતે અમુક વિષયો મા તેને રસ રુચિ કે સમજણ ના હોવા છતાં તેને ભણવા પડે છે. અને આગળ જઈ ને તેના ભવિષ્ય સાથે જાતે જ ચેડાં કર્યા હોય તેવી ગ્લાની અનુભવે છે. માટે જ બાળક ને જે વિષય મા તે સાચી અને સરળતા થી સમજી શકે તેવા વિષયો મા આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ.અને માતૃભાષા સિવાય બીજી કોઈ આવી ભાષા ના હોઈ શકે. બાળકો ને વધારે નહિ તો થોડા સમય માટે પણ માતૃભાષા શું છે તેની સમજ, તેનું મહત્વ અને ભવિષ્ય મા તેની જરૂરિયાત અંગે જણાવવું જોઈએ તે દરેક માતા પિતા ની નૈતિક ફરજ છે..

ગુજરાતી માતૃભાષા એ સભ્યતા, સંસ્કૃતિ, આદર, સન્માન ની ભાવના રેલાવતું એક ઝરણું છે,  તેની ઝાંખી આપણને અનેક ગુજરાતી સાહિત્ય મા થાય જ છે.. દરેક બાળક સાહિત્ય કલા નુ પણ જાણકાર હોવું જોઈએ. તેના માટે લાયબ્રેરી શ્રેષ્ઠ માધ્યમ છે. ત્યાં બાળક ને ગુજરાતી સાહિત્ય ના ઉત્તમ દર્શન થઇ શકે અને બાળક નુ ગુજરાતી શબ્દ ભંડોળ પણ વધી શકે, માટે બાળકો ને અવારનવાર ગુજરાતી સાહિત્ય ના મેળાઓ, સેમિનારો, સાહિત્ય મુજરાઓ, માતૃભાષા અંગે ના કાર્યક્રમો મા લઈ જઈ ને તેમને ગુજરાતી ની ગરિમા બતાવી શકાય.. તો આજ નું સુંદર વર્તમાન.. સોળે કળાએ ભવિષ્ય મા ખીલી શકશે. જયારે ભાષા ઉપર કોઈ પણ પ્રકાર ની આંચ આવે છે ત્યારે તેની અસર સમાજ, સંસ્કૃતિ, અને આગળ ના ભવિષ્ય પર પણ પડે છે તેથી જ ગુજરાતી ભાષા ગૌરવ લેવા જેવી ભાષા છે. માટે જ કહ્યું છે, “જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે એક ગુજરાત”.

લેખક:- સુચિતા ભટ્ટ “કલ્પના ના સુર”
અમદાવાદ

Admin

Admin

9909969099
Right Click Disabled!