બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના કથિત કૌભાંડ સામે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
જેમાં મુખ્યમંત્રી રૂપાણી ના પુતળા ને સડગાવવાનો પ્રયાસો થયા જેમાં પોલીસ સાથે યુવા આગેવાનો નો ઘર્ષણ થયું અને છેવટે એમને રોડ પર બેસી સુત્રોચ્ચાર કરી યુવા વિરોધી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે પછી 15 જેટલા કાર્યકરો ની ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાણ, જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફળવાલા, યોગી પટેલ, વિપુલ વસાવા, હેમેન્દ્ર કોઠીવાળા, ઝુંબેર પટેલ, જયેશ વસાવા, ઝરાર મશહદી, ધનરાજ વસાવા, શોએબ શેખ વિગેરે આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.