મહેસાણામાં પરિક્ષા રદ્દ કરવાની માંગ સાથે રેલી યોજી યુવાનોનો આક્રોશ

મહેસાણામાં પરિક્ષા રદ્દ કરવાની માંગ સાથે રેલી યોજી યુવાનોનો આક્રોશ
Spread the love

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષામાં ખુલ્લેઆમ થયેલી ચોરીઓ અને વ્યાપક ગેરરીતિઓ અંતર્ગત પરિક્ષાર્થી યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્યમાં ઠેર-ઠેર શિક્ષિત બેરોજગાર યુવાનો મંડળના ચેરમેન તેમજ ભાજપ સરકાર સામે દેખાવો યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન ગુરુવારે મહેસાણા હાઈવે ઉપર રાધનપુર ચોકડીએ મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુક બેરોજગાર યુવાનો એકઠા થયા હતા. તેમણે મોઢેરા ચોકડી સુધી રેલી યોજી હતી.

ભારે સુત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું. રેલીમાં જોડાયેલા યુવાનોએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા અને રાજ્ય સરકારની નીતિઓની ઝાટકણી કાઢી હતી. તેમણે બેરોજગાર યુવાનો સાથે રાજરમત કરાય છે. પુરાવા હોવાછતાં એક્શન લેવામાં સરકાર નિષ્ફળ રહી છે. તપાસના નામે માત્ર વાતો કરવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી ક્લાર્કની પરિક્ષા રદ કરવામાં નહી આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અન્યથા આગામી ૨૦૨૨માં પરિણામ ભોગવવા આડકતરી ચિમકી આપવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!