ઉમેદવાર દીઠ રૂ. ૧૫થી ૨૫ લાખ લેવાતા હોવાની સાબર ડેરીના એમડી સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ

ઉમેદવાર દીઠ રૂ. ૧૫થી ૨૫ લાખ લેવાતા હોવાની સાબર ડેરીના એમડી સાથેની ઓડિયો ક્લિપ વાઈરલ
Spread the love

હિંમતનગર,
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબર ડેરીના સભાસદ છે. સાબર ડેરીને બંને જિલ્લાઓની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે. ત્યારે હાલ સાબર ડેરીની ભરતી પ્રક્રિયા ચાલે છે ત્યારે તેમાં ગેરરીતિ થઈ હોવાનો દાવો અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યએ સાબર ડેરીના ચેરમેન સાથે વાતચીત કરતી વાઈરલ ઓડિયો ક્લિપમાં કરાયો છે. ઉમેદવાર પાસેથી રૂ. ૧૫થી ૨૫ લાખ લેવાતા હોવાનું કહેવામાં આવ્યું છે.

ડેમાઈ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે અગાઉ સોશિયલ મીડિયામાં જંગ છેડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજ્ય સરકાર સંલગ્ન કચેરીઓમાં સાબરડેરીમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સાથે સમગ્ર ભરતી પ્રક્રિયામાં એસસી,એસટી,ઓબીસી અનામતનો છેદ ઉડાડવામાં આવતો હોવાની લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં સરકાર કે સહકારી માળખાના આગેવાનોનું પેટનું પાણી પણ હાલ્યું ન હતું અને ભરતી પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી. હાલ ૧૮૯ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે, તેવા સમયે ડેમાઈ જીલ્લા પંચાયત સીટના સદસ્ય કીર્તિ પટેલ અને એમ.ડી બાબુભાઇ પટેલ સાથેની ૬ઃ૪૪ મિનિટની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ મચ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!