૧૪ વર્ષની સગીરાને ૩ મહિના પીંખનાર છ આરોપીની ધરપકડ
બનાસકાંઠા,
દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર ૧૪ વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. બનાસકાંઠામાં આવી જ ઘટનામાં માત્ર ૧૪ વર્ષીય સગીરાને ભૂખ્યા વરૂ સમાન ત્રણ આરોપીઓએ તેમના ગુનામાં મદદગારી કરનાર અન્ય ત્રણની મદદથી સતત ત્રણ માસ પિંખી હતી. તેની ઇજ્જત લૂંટી હતી. આ કામે ભોગ બનનાર ૧૪ વર્ષીય સગીરા રાજસ્થાનનાં ડુંગરપૂરની છે. જેના પરિવારજનો ખેતમજૂરી તરિકે પાંથાવાડા પોલીસ મથકના જાત ગામે ભાગીયા હતા. સગીરાના પિતા જ્યારે રાજસ્થાન ગયા ત્યારે એકલી રહેતી આ સગીરાને અંદાજિત ત્રણ માસ અગાઉ બાજુમાં કામ કરતા યુવકે લલચાવી, ધમકી આપી પ્રથમ અપહરણ કર્યુ હતું, જેમાં અન્ય ત્રણ લોકો મદદગાર બન્યાં હતા. જેમા એક યુવકે પ્રથમ લગ્ન કરવા ધમકી આપી, પ્રથમ સગીરા સાથે રેપ કર્યો હતો. જે બાદ તેને ભગાડી જનાર અન્ય બીજા યુવકને આ સગીરાને સોંપી દીધી હતી.
આ બીજા આરોપીએ કિશોરી સાથે રેપ કર્યો હતો. જે બાદ બીજા બળાત્કારી આરોપીએ અન્ય ત્રીજા વ્યક્તિને કિશોરી સોંપી હતી. આ માસુમ સાથે ત્રીજા વ્યક્તિએ પણ રેપ કર્યો અને તેને ગોંધી રાખી હતી. આમ સતત ત્રણ માસ ગોંધી રખાયેલ આ કિશોરીને આ ત્રીજા રેપિસ્ટ પત્ની તરીકે ધમકાવી રાખતો હતો, જે ખેતરમાં દાંતીવાડા નજીક ભાગીયો હતો તેના કબજામાંથી કિશોરીને શોધી કાઢ્યા બાદ હવે ફરિયાદ થઈ છે. કિશોરી આદિવાસી છે. સગીર છે પોલીસે આ ગેંગરેપ કેસમાં પોકસો કલમ અને એટ્રોસિટીની કલમો ઉમેરી બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જ્યારે અન્ય ચારની તપાસ માટે વિવિધ ટીમો જીઁ તરૂણ દુગ્ગલે કામે લગાડી છે. હાલ આ કેસમાં કુલ છ સામે ફરિયાદ છે. જેમા ત્રણ રેપિસ્ટ છે. જ્યારે અન્ય ત્રણ મદદગાર આરોપીઓ છે. આમ કુલ ૬ આરોપીઓ સામે ફરિયાદ થઇ છે.