ઈડર ખાતે હોમગાર્ડ સ્થાપના દિન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર પરીનિર્વાણ દિન નિમિત્તે વિશાળ મશાલ રેલી યોજાઈ

ઈડર ખાતે હોમગાર્ડ સ્થાપના દિન અને ડૉ.  બાબાસાહેબ આંબેડકર પરીનિર્વાણ દિન નિમિત્તે વિશાળ મશાલ રેલી યોજાઈ
Spread the love

6 ડીસેમ્બરના રોજ પોલીસ ખાતાને મદદરૂપ થવા માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામા આવી હતી જેમા હોમગાર્ડ દ્વારા માનદવેતનથી પોલીસ સાથે ખડેપગે રહી હોમગાર્ડઝ જવાનો દ્વારા સેવાઓ આપવામા આવે છે જેમા કુદરતી આફતો , પુર રાહત અને પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તમ માનવ સેવા નિષ્ઠાપૂર્વક પુરી પાડવામા આવે છે અને દરસાલ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપનાની ઉજવણી કરવામા આવે છે જેમા ઇડરના નગરપાલિકા ખાતે ઇડર નગરપાલિકા પ્રમુખ ડૉ. જસવંતકુમારી કુંપાવત , ચીફ ઓફિસર એલ. બી. દેસાઈ, ઇડર પી. આઈ. પી. એલ. વાઘેલા , જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડર કિરણભાઈ પરમાર તથા નગરપાલિકા સદસ્યો અને શહેર અગ્રણીઓની ઉપસ્થિતિમા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી  પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.

હોમગાર્ડઝની નિષ્કામ સેવાઓને બિરદાવવામા આવી હતી ત્યારબાદ ઇડર નગરપાલિકા પ્રમુખ ડૉ. જસવંતકુમારી કુંપાવત અને હાજર મહેમાનો દ્વારા ઝંડી ફરકાવી વિશાળ મશાલ રેલીને પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ જે ઇડર નગરપાલિકાથી મેઈન બજાર થઈ ત્રણ રસ્તા આંબેડકર સર્કલ  ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બે મિનિટ મૌન પાળી તેમને શ્રધ્ધાંજલી આપી પ્રતિમાને ફૂલહાર કરી  ‘ બાબા સાહેબ અમર રહો ‘ અને જય ભીમ ના નારા લગાવવામા આવ્યા હતા હોમગાર્ડઝ સ્થાપના દિન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર પરીનિર્વાણ દિન નિમિત્તે ઇડર શહેરના અગ્રણીઓ અને નગરપાલિકા અધિકારીઓ , પદાધિકારીઓ અને હોમગાર્ડ યૂનિટ ઇડર , કુકડીયા , ઉમેદગઢના  મહિલા અને પુરુષ હોમગાર્ડઝ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!