સુરતની SVNIT કૉલેજમાં પાંચ દિવસીય પ્રાધ્યાપક તાલીમ પ્રોગ્રામ યોજાશે

Spread the love

સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે તારીખ ૯ ડિસેમ્બર થી ૧૩ ડિસેમ્બરના રોજ ‘એડવાન્સ ફલડ મોડેલિંગ’ અટલ એકેડેમી સેલ, ન્યુ દિલ્હી પ્રાયોજિત પાંચ દિવસીય તાલીમ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ પ્રોગ્રામનું સિવિલ ઇજનેરી વિભાગના ડૉ. એસ.એમ. યાદવ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમ પ્રોગ્રામનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને એડવાન્સ ફલડ મોડેલિંગ, પૂરની લાક્ષણિકતા, એક- પરિમાણીક અને દ્વિ- પરિમાણીક મોડેલ, પૂરની આગાહી, તકેદારીની પ્રણાલી, DSIના વ્યક્તિઓ સતલુજ નદીનું રિયલ ટાઈમ મોડેલિંગ તેમજ સુરત,વડોદરા, ઉત્તર ગુજરાતમાં આવેલા પૂરનું પૃથક્કરણ જેવી બાબતો અંગે વર્કશોપમાં માહિતગાર કરવાનો રહેશે. આ તાલીમ પ્રોગ્રામના હેન્ડઝ ઓન ટ્રેનિંગ મારફ્તે પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડવામાં આવશે. આ તાલીમ પ્રોગ્રામમાં માસ્ટર્સ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ,ફિલ્ડ ઈજનેર , રિસર્ચ તજજ્ઞો, પ્રોફેસરો અને ઉદ્યોગપતિઓ ભાગ લઇ શકશે.જેમાં અલગ-અલગ સંસ્થા અને કંપનીમાંથી આવેલ તજજ્ઞો અલગ અલગ વિષય પર વાત કરશે. તજજ્ઞો NIT, IIT, CWC, WAPCOS, IMD અને કન્સલ્ટન્સી માંથી એક્ષપર્ટ તરીકે હાજર રહેશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!