ગરુડેશ્વર રોશની શાળાની ધોરણ- 11 માં અભ્યાસ કરતી સગીર કન્યાનું અપહરણ
- વાલીની પોલીસ ફરિયાદ
ગરુડેશ્વર રોશની શાળામાં ધોરણ- 11માં અભ્યાસ કરતી સગીર કન્યાનું અપહરણ કરતા, વાલીએ કન્યાને ભગાડી જવાની પોલીસ ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાઇ છે. સમશેરપુરા ગામ ફરિયાદી ચંદ્રકાંતભાઈ નારણભાઈ તડવીએ આરોપી ગણેશભાઈ બાબુભાઈ તડવી (રહે કારેલી )સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી ગણેશભાઈ બાબુભાઈ તડવી (રહે, કારેલી ) ફરિયાદી ચંદ્રકાંતભાઈ ની રોશની શાળા ગરુડેશ્વર માં અભ્યાસ કરતી સગીર વયની કન્યા ઘરેથી નીકળેલા તે દરમિયાન સમશેરપુરા ગામેથી પટાવી-ફોસલાવી પત્ની તરીકે રાખવા સારો કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઈ જાય ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા