જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસ

Spread the love

નાંદોદ તાલુકાના તરોપા ગામે નર્મદા એસીબી પોલીસ નો જુગાર ના અડ્ડા પર રેડ કરતા રૂ. 11220 /-ના મુદ્દામાલ સાથે  ચાર જુગારીઓને ઝડપી પડ્યા હતા.  હાલમાં ડી.જિ.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં પ્રોબેશનરી જુગારની ડ્રાઈવ નું આયોજન કરેલું હતું. જેમાં દારૂ-જુગાર નહીં અસરકારક કામગીરી કરવા સૂચના આપેલી હતી. તે દરમિયાન રાજેશ પરમારે કોમ્બીંગ ઈ. ચા.પોલીસ અધિક્ષક, નર્મદાના રાજેશ પરમારે કોમ્બીંગ દરમિયાન અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવતા પીએસઆઇ સી.એમ ગામીત એલ.સી.બી. નર્મદાના તથા તેમના પોલીસ સ્ટાફ કોમ્બિંગ કર્યું હતું.

દરમિયાન યોગેશભાઈ બળદેવભાઈ ને બાતમી મળેલ કે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના તરોપા ગામમાં જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી વાળી જગ્યાએ જુગાર અંગે રેડ કરતાં આરોપી ફુલસિંગભાઈ દલસુખભાઈ વસાવા (રહે, આમલેથા) વિશાલભાઈ પ્રકાશભાઈ અધ્યારૂ,  (રહે રાજપીપલા), ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ માછી (રહે રાજપીપળા) મિતેશભાઇ અશ્વિનભાઈ રજવાડી (રહે રાજપીપળા) તારોપા તીન પત્તી જુગાર રમતા ઝડપી પાડતા તમામ આરોપીઓ પાસે રોકડા રૂપિયા 10,220 તથા મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂ.1000 કુલ કિંમત રૂ. 11220/- ના મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!