નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે લગ્ન કરવાના 1 લાખ રૂપિયા લઇ લગ્ન ન કરાવી છેતરપિંડી કરાવતા ત્રણ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ

Spread the love
  • લગ્ન કરાવી આપવાનું કહી નાણા લઇ છેતરપિંડી કરતી ટોળકી નર્મદામાં સક્રિય બની.

નર્મદા જિલ્લામાં નાણા લઈને લગ્ન કરાવી આપવાનું કામ કરતી મહિલાઓની ટોળકી એ નાણા લઈને લગ્ન ન કરાવી છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. જેમાં નાંદોદ તાલુકાના જુનાઘાટ ગામે લગ્ન કરાવવાના 1 લાખ રૂપિયા લઇ લગ્ન ન કરાવી છેતરપિંડી કરાવતા ત્રણ મહિલા ઠગ સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરિયાદી ભાવેશભાઈ હિંમતભાઈ સવાણી (રહે, યોગી ચોક વરાછા રોડ, સુરત )એ આરોપી દેવલીબેન જગદિશભાઈ વસાવા( રહે,  જુનાઘાટ )કિરણબેન (રહે, રાજપારડી) રાધાબેન પ્રભાતભાઈ વસાવા(રહે ઉમલ્લા ) સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી દેવલીબેન તથા કિરણબેન તથા રાધાબેન તથા માસી તેમની એકબીજાની મદદગારી કરી ભાવેશભાઈ સાથે લગ્ન કરાવી આપી વિશ્વાસમાં લઈ કિરણબેન તરીકેની ઓળખ આપી એકબીજા ના લગ્ન કરાવી આપવા ના 1 લાખ રૂપિયા લઇ લગ્ન ન કરાવી આપી વિશ્વાસઘાત કરી રૂ.100000  લઇ છેતરપિંડી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં ત્રણે મહિલાઓ સામે આમલેથા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!