ચંદ્રવાણ ગામ પાસે ટ્રક ઝાડ સાથે અથડાતા ક્લીનરનું મોત

Spread the love
  • ચાલક ટ્રક મુકીને ફરાર,પોલીસેે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • નેત્રંગના ચંદ્રવાણ ગામ પાસે ટ્રક ઝાડ સાથે અથડાતા ક્લીનરનું મોત નિપજ્યું હતું,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ટ્રક નં:- એપી-૪-ટીએક્ષ-૬૭૫૭ પસાર થઇ રહી હતી,જે દરમિયાન સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા વાહનના કારણે ટ્રકના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ચંદ્રવાણના બસ સ્ટેન્ડ પાસેના ઝાડ સાથે અથડાતા ટ્રકમાં સવાર ક્લીનર ગજબા રવિકુમાર વેંકેશ્વરરાવને હાથ-પગ અને શરીરના ભાગેે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું,જ્યારે ટ્રકનો ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો, અને અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા,જ્યારે નેત્રંગ પોલીસેે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!