ત્રોટા ફોડતી વેળા ઝેરી ગેસ છૂટતા ૧૭ ને અસર, લોકોમાં ફફડાટ

ત્રોટા ફોડતી વેળા ઝેરી ગેસ છૂટતા ૧૭ ને અસર, લોકોમાં ફફડાટ
Spread the love

જુનાગઢ,
વંથલી તાલુકાના બરવાળા ગામે ભરડીયામાં ત્રોટા ફોડતી વેળા ઝેરી ગેસ છૂટયો હતો. આ ઝેરી ગેસની અસર થતા તમામને સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી નાના એવા બરવાળા ગામમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. આ અંગે બરવાળા ગામના માજી સરપંચ અરવિંદભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, બરવાળા ગામે એક ભરડીયો આવેલો છે. આ ભરડીયાની ખાણમાં બોર કરી ત્રોટા ફોડવામાં આવ્યા હતા. જાકે, ત્રોટા ફૂટયા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો.

આ ઝેરી ગેસની અસર જ્યાં ત્રોટા ફોડયા હતા માત્ર ત્યાંજ નહી આજુબાજુની ત્રણથી ચાર વાડીમાં પણ થઇ હતી. પરિણામે અનેક લોકોને ઝેરી ગેસની અરસ પહોંચતા તેમની તબીયત લથડવા લાગી હતી. જાત જાતામાં ઝેરી ગેસની અસર ૧૭ જેટલી વ્ય્કતિઓને થતા તમામને સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયાં તમામની સારવાર ચાલી રહી છે. ખાસ કરીને ઝેરી ગેસના કારણે લોકોને બોલવામાં, શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઇ હતી તેમજ ઉલ્ટી પણ થવા લાગી હતી. આમ, Âસ્થતી ગંભીર જણાતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!