કલેક્ટરની હાજરીમાં અમેરિકન દંપતીએ ૩ વર્ષની સ્તુતિને દત્તક લીધી

કલેક્ટરની હાજરીમાં અમેરિકન દંપતીએ ૩ વર્ષની સ્તુતિને દત્તક લીધી
Spread the love

ગોધરા,
ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે અમેરિકાના કેન્ટ હેકમેને ઉચ્ચારેલા આ શબ્દો જાણે ગુજરાત સરકારની ત્યજી દેવાયેલા અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની પ્રતિબદ્ધતાનો પ્રતિઘોષ છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાની ઉપÂસ્થતિમાં ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે કેન્ટ અને બ્રૂક હેકમેનને (કેન્સાસ, યુ.એસ.એ.) ૩ વર્ષની સ્તુતિ દત્તક અપાઈ ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

બાળકીને દત્તક લેનાર માતા બ્રૂક હેકમેને આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમને ૪ અને ૬ વર્ષના બે પુત્ર છે. વર્ષો અગાઉ તેમને પણ એક અમેરિકન દંપતિએ કોલકાતાથી દત્તક લીધા હતા અને પ્રેમ તેમજ એક ઉત્તમ જીવન જીવવાની તક પૂરી પાડી હતી. તેથી તેઓ પણ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા, જે સ્તુતિને દત્તક લેવા સાથે પૂરી થઈ છે. હોમ લોન અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે ‘કારા’ દ્વારા બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જાતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી માટે વાત્સલ્યભાવ ઉભરાયો હતો દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લ‹નગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!