આશા ફાઉન્ડેશનમાંથી ઘેટા-બકરા બારોબાર વેચી દેવાનું કૌભાંડ, ૪ની ધરપકડ

આશા ફાઉન્ડેશનમાંથી ઘેટા-બકરા બારોબાર વેચી દેવાનું કૌભાંડ, ૪ની ધરપકડ
Spread the love

અમદાવાદ,
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે તેમજ ક્રુરતાપૂર્વક પશુઓની હેરાફેરી મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને ઝડપેલા પશુઓને હાથીજણમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં મુકવામાં આવે છે. આશા ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી લાવેલા ઘેટા-બકરાઓને રાણીપમાં આવેલી બકરામંડીમાં વેચવાનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. આશરે ૧૦૦૦ જેટલા ઘેટા-બકરા વેચી દેવા મામલે ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે આશા ફાઉન્ડેશનના જવાબદાર વ્યÂક્તઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

૪ ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ટ્રક ભરી અને ઘેટા-બકરા ઝડપાયા હતા. રામોલ પોલીસે ૨૧૮ જેટલા ઘેટા-બકરા આશા ફાઉન્ડેશનમાં મોકલી આપ્યા હતા. આશા ફાઉન્ડેશન દ્વારા તેની પાવતી આપી હતી. ૧૧ ડિસેમ્બરના રોજ રામોલ પોલીસને વરધી મળી હતી કે, ૧૦૦૦ જેટલા ઘેટા-બકરા સાથે ૪ જેટલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને તેમા કેટલાક ઘેટા-બકરા મુનર કુરેશી નામના વ્યÂક્તની માલિકીના છે. નરોડા તેમજ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પણ ઝડપાયેલા કેટલાક ઘેટા-બકરા રાણીપ બકરામંડીમાં વેચવામાં આવ્યા છે. તે તમામને જમા લેવાયા છે.
આશા ફાઉન્ડેશનમાં મુકેલા ઘેટા-બકરાને બારોબાર રાણીપ બકરામંડીમાં વેચવામાં આવ્યા હોવાની શંકાના આધારે નરોડા, ઓઢવ અને રામોલ પોલીસ દ્વારા આશા ફાઉન્ડેશનમાં તપાસ કરવામાં આવતા આશરે ૧૦૦૦ જેટલા ઘેટા-બકરા ઓછા જાવા મળ્યા હતા. જે બાબતે પોલીસે આશા ફાઉન્ડેશનના જવાબદાર વ્યÂક્તઓને પૂછતા તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. જેથી આ તમામ ઘેટા-બકરાને આશા ફાઉન્ડેશનના માણસોએ બારોબાર સઇદ અહેમદ કુરેશી, હનિફ કુરેશી, જાવેદ કુરેશી (તમામ રહે.બકરામંડી, રાણીપ) તેમજ કરમણ ભાઇ (ચુનારા વાસ, નાંદોલી)ને વેચી દીધા હતા. પોલીસ તેમજ કોર્ટને જાણ કર્યા વગર પકડેલા તમામ ઘેટા-બકરાને બારોબાર વેચી દેવાના કૌભાંડ મામલે રામોલ, નરોડા અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!