હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ
Spread the love

સુરત,
સુરત-નવસારી બાયપાસ હાઈવે પર કાર ચાલકે બે યુવકોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતમાં નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવી પ્રમાણે, સુરત-નવસારી બાયપાસ રોડ પર એક યુવક ચાલતા રસ્તો ઓળંગી રહ્યો હતો. રસ્તા વચ્ચે પહોંચતા એક થ્રી વ્હિલર ટેમ્પો પસાર થાય છે. જેને ઓળંખી યુવક આગળ જતાની સાથે જ કારની અડફેટે ચડી જાય છે. કારની અડફેટે ચડેલો યુવક ફંગોળાઈને ૨૦ ફૂટ જેટલો કારની સાથે જ ઢસડાઈ છે અને ડિવાઈડર નજીક પટકાય છે. ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ જાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!