જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઝઘડીયાનાં સિમધરા ગામના જુનાપોરા ખાતે પશુ ચીકીત્સા કેમ્પ

Spread the love

તાજેતરમાં પશુપાલન વિભાગ ભરુચ દ્વારા ભરુચ તાલુકાનાં સિમધરા ગામના જૂનાપોરા ખાતે  પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 101 ભેંસો અને 84 ગાયો, અને 16 બકરાઓને કૃમિનાશક રસીકરણ, ઇતરડી, ગાય અને ભેંસ પાછી ફરવી, જેવા રોગોની વિનામુલ્યે સારવાર આપવામાં આવી. આમ કુલ 201  પશુઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવી. રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કેમ્પના આગલા દિવસે ઘરે ઘરે ફરીને ગ્રામજનોને કેમ્પના સમયની માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત કેમ્પના દિવસે ગામના તમામ પશુપાલકોને પોતાના પશુઓ સહિત કેમ્પ સ્થળે બોલાવવામાં આવ્યા જેથી ગામના તમામ પશુઓનું રસીકરણ થઈ શકે.  આ કેમ્પમાં ગ્રામજનોએ બહોળા પ્રમાણમા ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના પશુઓની વિનામુલ્યે સારવાર કરાવી. પ્રસંગે ડો કૌશલ એલ વસાવા પશુ ચીકીત્સા અધિકારી ઝગડિયા, ડો મેઘરજ ચૌધરી પશુ ચીકીત્સા અધિકારી ઉમલ્લા, ડો પાર્થ રામી અને ડો ભાનું પ્રતાપ વર્મા તથા રીલાયન્સ ફાઉન્ડેશનના કૉમ્યુનિટી મોબીલાઈઝર કમલેશ ગોહિલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા.

Admin

Admin

9909969099
Right Click Disabled!