એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કુલ નાંદોદ ગોરાના આદિવાસી વિદ્યાર્થીઓ રેસલિંગ ( કુસ્તી) નેશનલ કક્ષાએ બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી અનોખી સિધ્ધિ મેળવી

Spread the love
  • બે ગોલ્ડ, એક સિલ્વર અને એક કાસ્યપદ સાથે કુલ ચાર ચંદ્રકો કુસ્તીમાં મેળવનાર ગોરાના એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, નાંદોદ નું અદભૂત પ્રદર્શન
  • નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર કુસ્તી સ્પર્ધા ભાગ લઈને આ શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ કુસ્તીમાં વિજેતા થયા બાદ, ચાર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ  ઝળક્યા.
  • અન્ડર 14 માં  80 કિલો વજનની વસંત, સંકેત અને અન્ડર 19 માં 65 કિલો મહિલાઓમાં વસાવા વૈશાલીબેન ગોલ્ડ જીત્યા.

નર્મદા જિલ્લાની ગોરા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કુલ નાંદોદ ના ચાર વિદ્યાર્થીઓને નેશનલ કક્ષાએ કુસ્તી (રેસલિંગ) બે ગોલ્ડ, એક સિલ્વર અને એક કાસ્યપદ સાથે કુલ ચાર ચંદ્રકો મેળવી આ આદિવાસી વિદ્યાર્થીઓએ કુસ્તીમાં અનોખી સિદ્ધિ મેળવી છે. આજ દિન સુધી નર્મદામાં એક પણ વિદ્યાર્થી આ અગાઉ ક્યારેય ભાગ લીધો નથી અને સૌ પ્રથમવાર આ વર્ષે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ નાંદોદ કુસ્તીના અખાડામાં ઊતરી હતી અને પહેલી જ વાર ભાગ લઇ કુસ્તીમાં એકીસાથે ચાર મેડલ જીતીને અનોખી સિદ્ધિ મેળવી છે.

જેમાં એકલવ્ય મોડલ રેસીડન્સી સ્કૂલ, નાંદોદ અન્ડર 14 માં  80 કિલો વજનની કુસ્તી સ્પર્ધામાં વસંત સંકેત અને અન્ડર 19 માં 65 કિલો વજનની સ્પર્ધામાં  મહિલાઓમાં વસાવા વૈશાલીબેને ગોલ્ડ મેડલ નેશનલ કક્ષાએ જીતીને અનોખી સિદ્ધિ મેળવી છે જ્યારે અન્ડર 14 માં 80 કિલો ભજનની સ્પર્ધામાં રશ્મિબેન વસાવાએ સિલ્વર મેડલ જીત્યો છે અને અન્ડર 19  માં 80 કિલો વજનની સ્પર્ધામાં ભાવેન ચૌધરી એ નેશનલ કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતીને ચાર ચંદ્રકો પાયાને સ્કૂલ નામે કરી લીધા છે.

આ અંગે પ્રિન્સિપાલ રાકેશ એમ લકુમે જણાવ્યું હતું કે અમારી શાળાના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ કુસ્તી સ્પર્ધામાં વિજેતા થયા હતા અને તેથી આ તમામ આદિવાસી વિદ્યાર્થીઓ ભોપાલ (મધ્યપ્રદેશ ) ખાતે યોજાયેલ રાષ્ટ્રકક્ષાની નેશનલ સ્પોર્ટ મીટમાં ભાગ લેવા યશભાગી બન્યા હતા. જેમાં મારી શાળાના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓએ નેશનલ બે ગોલ્ડ સિલ્વર અને એક કાંસ્યપદક સાથે કુલ ચાર ચંદ્રકો નેશનલ કક્ષાએ વિજેતા થયા છે. તેમના કોચ દેવાંગ રાઠોડે તાલીમ આપી હતી. આ અગાઉ આ શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં અન્ય રમતોમાં ત્રીજીવાર જિલ્લામાં પ્રથમ આવી રાજ્ય કક્ષાએ જઈ મુખ્યમંત્રીના સાથે દોઢ લાખનું ઇનામ જીતી ચૂક્યા છે.

રિપોર્ટ  : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!