કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે લિંબાયતના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે લિંબાયતના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
Spread the love

સુરત,
લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો. લિંબાયતમાં મર્ડર, લૂંટ અને ધાડની ઘટના બનતી હોવાનો રોષના પગલે લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. બનેરો સાથે મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. દારૂ, ગાંજાના નશામાં રહેતા યુવાનો હત્યા જેવી ઘટનાને અંજામ આપવા સાથે કાયદો વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારને પોતાની માંગણી પહોંચાડવા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે બેનર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા. ઈન્કલાબ જિંદાબાદ, વી વોન્ટ જસ્ટીજ, લિંબાયત પીઆઈને હટાવો લિંબાયતને બચાવો, લોકશાહી બચાવો, લિંબાયતને ક્રાઈમ મુક્ત કરો જેના સુત્રો સાથેના બેનરો દ્વારા વિરોધ સાથે માંગ કરવામાં આવી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!