રિક્ષાચાલકની હત્યા મામલે પરિજનોમાં રોષઃ ચક્કાજામ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો

રિક્ષાચાલકની હત્યા મામલે પરિજનોમાં રોષઃ ચક્કાજામ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો
Spread the love

રાજકોટ,
રાજકોટના મનહરપુરમાં યુવકની હત્યાના મામલે આરોપીઓને જલ્દી સજા ફટકારવાની માગ સાથે મૃતકના પરિજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા પરિવારને લાશ સ્વિકારવા માટે ઘણા સમજાવ્યા પરંતુ પરિવાર અને સમાજના મોટી સંખ્યામાં એકત્ર થયા અન્ય લોકો ના માન્યા. અંતે માહોલ ગરમાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો.

આપને જણાવી દઈએ કે ચાર દિવસ પહેલા રિક્ષા પાર્ક કરવા મુદ્દે ૧૧ શખ્સોએ મનહરપુરમાં રહેતા ભૂપત કોળીને તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંક્્યા હતા. ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ ભૂપત કોળીને સારવાર અર્થે અમદાવાદ હોÂસ્પટલ લવાયા હતા. જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મોત બાદ આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢવાની માગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારનો ઇન્કાર કર્યો હતો.

મૃતકના પરિવારજનોને લાશ સ્વીકારવા માટે મનાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને ઝડપી કાર્યવાહી કરવાની વાત કહી હતી. પરંતુ સ્થાનિક લોકો વિફર્યા હતા અને જામનગર હાઇવે ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેથી પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે રીક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે ખાર રાખી ભૂપતભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ૧૧ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!